15 સેકેન્ડનું આ કામ કરી તમે પણ બની શકો છો એક કરોડના માલિક- જાણો જલ્દી…

ભારતમાં ટિક ટોક પર પ્રતિબંધ થયા પછી ભારતીય એપ ચિનગારી ખૂબ જ પ્રખ્યાત થઈ રહી છે. ભારતીય ટૂંકી વિડીયો એપ ચિનગારી ને ખૂબ જ સારો…

ભારતમાં ટિક ટોક પર પ્રતિબંધ થયા પછી ભારતીય એપ ચિનગારી ખૂબ જ પ્રખ્યાત થઈ રહી છે. ભારતીય ટૂંકી વિડીયો એપ ચિનગારી ને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભારતમાં ટિક ટિક પર પ્રતિબંધ આવ્યા પછી ચિનગારી એપ્લિકેશન દર કલાકે લગભગ 1 લાખ વખત ડાઉનલોડ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ચિનગારી એપમાં દર કલાકે 2 લાખ વ્યું વધી રહ્યા છે.

ભારતમાં ટિક ટોક એપ ઉપર પ્રતિબંધ થયા બાદ ભારતીય એપ ચિનગારી ખૂબ જ ટૂંકા સમયમાં ડાઉનલોડ કરવાની સંખ્યા 1 કરોડથી ઉપર પહોંચી ગઇ છે. હવે ચિનગારી એપે ટેલેન્ટ કા મહાસંગમ નામનો પોતાનો પહેલો ડિજિટલ ટેલેન્ટ શો રજુ કર્યો છે. આ શોમાં વિજેતા થનાર વ્યક્તિને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત દેશના દરેક રાજ્યમાં આ શો કરવામાં આવશે રાજ્યમાં યોજાનાર આ શોમાં વિજેતા થનાર વ્યક્તિને પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

આ શો રાજ્ય અને રાષ્ટ્રીય એમ બે સ્તરમાં કરવામાં આવશે. આ શો અંતર્ગત ચિનગારી એપ્લિકેશન ના યુઝરો તેમના વિડીયો ડાન્સ, સિંગિંગ, એક્ટિંગ, કોમેડી અને ઇનોવેશન કેટેગરીમાં અપલોડ કરી શકે છે. દેશનો કોઈ પણ નાગરિક આ શોમાં ભાગ લઈ શકે છે. ચિનગારી એપના સહ-સ્થાપક ન સુમિત ઘોષ ના મતે, આ શોનો હેતુ દેશી સંતુલનને સ્થાન આપવાનો છે.

કંપનીના જણાવ્યા અનુસાર, દેશના કોઈ પણ વ્યક્તિ આ શોમાં ભાગ લઈ શકે છે. તેણે 15થી 60 સેકન્ડ નો વિડીયો અપલોડ કરવો પડશે આ વર્ષે તેઓ સહભાગી ના પ્રદર્શન મુજબ ટૂંકી સૂચિબદ્ધ થશે. ચિનગારી એપમાં આ માટે લાઈવ વોટીંગ કરવામાં આવશે. ટેલેન્ટ કા મહાસંગમ અંતર્ગત એક કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

આ શોમાં ભાગ લેવા માટે સૌપ્રથમ તમારા મોબાઇલ ફોનમાં ચિનગારી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને પ્લેટફોર્મ પર તમારી પ્રોફાઈલ બનાવો. ત્યાર બાદ તમારે તમારી કેટેગરી પસંદ કરવાની રહેશે હવે તમે તમારી કેટેગરી અનુસાર ૧૫ થી 60 સેકન્ડ નો વિડીયો અપલોડ કરો. તમારો આ વિડીયો તમારે તમારા મિત્રોને મોકલવો પડશે. તમારા મિત્રો પાસે ચિનગારી એપ દ્વારા આ વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરાવો. જેટલા લોકો તમારો વિડીયો સૌથી વધુ વખત ડાઉનલોડ કરે તે વ્યક્તિને રાજ્ય લેવલે પાંચ પાંચ લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

આ જ રીતે તમારે રાષ્ટ્રીય લેવલે પણ કરવાનું રહેશે. રાષ્ટ્રીય લેવલે યોજાનાર શોમાં 10 સહભાગીઓમાં છેલ્લે કોઇ એક વ્યક્તિની પસંદગી કરવામાં આવશે. છેલ્લે બાકી રહેલ વ્યક્તિને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તમે આ શો વિશે વધુ માહિતી ચિનગારી ની વેબસાઈટ http://ching-io/star પરથી મેળવી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *