Okha-Bet Dwarka Passenger Jetty Latest News: ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને લઈને આજે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિગતો અનુસાર હવામાનની આગાહીને પગલે દરિયાકાંઠે તેજ પવન શરૂ થતાં હવે ઓખા બેટ દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરવામાં આવી છે. વિગતો અનુસાર તેજ પવન શરૂ થતાં GMB દ્વારા યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ બોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય (Okha-Bet Dwarka Passenger Jetty Latest News) લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, હવામાન વિભાગે આજે રાજ્યના અમુક વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
દ્વારકા અને ઓખા બેટ વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસને બંધ કરી દેવામાં આવી છે. વિગતો અનુસાર દરિયાકાંઠે ભારે પવનના કારણે બોટ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. અહીં તેજ પવન શરૂ થતાં GMBએ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે, યાત્રિકોની સલામતીને ધ્યાને લઈ બોટ સર્વિસ બંધ કરવામાં આવતા હવે આજે યાત્રિકો બેટ દ્વારકા દર્શન નહિ કરી શકે. અહીં નોંધનિય છે કે, વાતાવરણ સામાન્ય બન્યા બાદ યાત્રિકો માટે ફરી બોટ પુનઃ શરૂ થશે.
ભારે પવન સાથે વરસાદ પડી શકે
હવામાન શાસ્ત્રીએ તારીખ 25થી 27 નવેમ્બર વચ્ચે રાજ્યના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અનેક જગ્યાએ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. હવામાન શાસ્ત્રીએ કહ્યું છે કે, 24 નવેમ્બરથી ગુજરાત ઉપર ગાઢ વાદળો છવાવાનું ચાલુ થઈ જશે.
આ સાથે તેમણે કહ્યું છે કે, છેલ્લા 4 વર્ષની અંદર સૌથી તીવ્રતાવાળું માવઠું એ 25 થી 27 નવેમ્બર 2023 દરમિયાન જોવા મળશે. મોટા ભાગે માવઠાની અંદર સામાન્ય વરસાદ પડતાં હોય છે પણ આ માવઠામાં અનેક વિસ્તારોની અંદર 2 થી 3 ઇંચ વરસાદ જોવા મળશે અને પવનની સ્પીડ સામાન્ય રીતે વધી 30 થી 40 કિલોમીટર પ્રતિકલાકની ઝડપ જોવા મળે તેવું અનુમાન કરવામાં આવ્યું છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube