હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વધુ એક મોટી આગાહી- ભર શિયાળે આ જિલ્લાઓમાં પડશે સિઝનનું જોરદાર માવઠું

Ambalal Patel prediction in Gujarat: રાજ્યના હવામાનને લઈને હવામાનના શાસ્ત્રી અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી રહી છે તેમણે આગાહી કરતા જણાવાયું છે કે,…

Ambalal Patel prediction in Gujarat: રાજ્યના હવામાનને લઈને હવામાનના શાસ્ત્રી અંબાલાલ પટેલની વધુ એક આગાહી સામે આવી રહી છે તેમણે આગાહી કરતા જણાવાયું છે કે, આગામી દિવસોમાં દક્ષિણમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. બાકીના નક્ષત્રોની અસરો ગુજરાત પર થશે. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બની અસર થશે તેમજ પૂર્વ ભારતમાં પણ અસર (Ambalal Patel prediction in Gujarat) થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં ચક્રવાત ઉદભવ થશે જેને લઈ ડિસેમ્બરમાં પણ માવઠું પડી શકે છે. મુબંઈ-મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

28 નવેમ્બરથી માવઠાની અસર ઓછી થશે: અંબાલાલ
અંબાલાલ પટેલે કહ્યું છે કે, દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે. ગીર સોમનથ અને વેરાવળ, જામનગરમાં પણ વરસાદ પડી શકે છે. દક્ષિણના ભાગોમા પણ વરસાદ પડી શકે છે. કમોસમી વરસાદનું માવઠું ભારેથી અતિભારે પણ વરસી શકે છે. તેમણે કહ્યું છે કે, શિયાળામાં ચોમાસા જેવો વાતાવરણ છવાઈ જશે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યાતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું છે કે, આ માવઠાની અસર તારીખ 26 અને 27ના દિવસે ભારે રહેશે તેમજ તારીખ 28 નવેમ્બરથી અસર ઘણી ઓછી થઈ જશે.

હવામાન વિભાગની આગાહી
તારીખ 25 નવેમ્બરથી પૂર્વીય પવનો સાથે નવી પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ અને પશ્ચિમ ભારતને ઘણી અસર કરી શકે છે. જેના કારણે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હવામાન બદલાશે. તારીખ 27મી નવેમ્બર સુધી ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કોંકણ, ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને દક્ષિણ રાજસ્થાનમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને વીજળીના ચમકારા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે
હવામાન વિભાગે જણાવાયું છે કે, તારીખ 26 નવેમ્બરની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં અને તેમની આસપાસ લો પ્રેશર વિસ્તાર બનવાની સંભાવના છે. હવામાન વિશે વાત કરીએ તો સ્કાયમેટ વેધરના અહેવાલ અનુસાર, આજે કેરળ, તમિલનાડુ અને દક્ષિણ કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે.

તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણાના ભાગો, કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવો મધ્યમ વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન અને મુઝફ્ફરાબાદના ઉપરના વિસ્તારોમાં હળવો વરસાદ અને હિમવર્ષા પડી શકે છે. ઉત્તરપૂર્વ ભારતમાં કેટલાક સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *