સુરતમાં અંગદાનથી પુનર્જીવન મેળવનાર મહિલાએ માતાવીહોણી દીકરીનું કર્યું કન્યાદાન

Organ Donation in Surat: અંગદાન એજ મહાદાન છે. અને આ સાથે જ જો જેના અંગો મળ્યા તેની દીકરીનું કન્યાદાન કરવાનો મોકો મળે તેવું લાગણી સબર કિસ્સો આપણા સુરતમાંથી સામે આવ્યો છે. ચાર વર્ષ પહેલા એક મહિલાને ડોક્ટરે બ્રેન્ડેડ જાહેર કરી હતી. કે પછી આ મહિલાની કિડની દાન(Organ Donation in Surat) કરવામાં આવ્યું છે. હવે ચાર વર્ષ પછી રેન્ડેડ થયા બાદ તેઓ સ્વર્ગવાસી થયેલી મહિલાની દીકરીના લગ્ન યોજાયા છે આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ માતા બની સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન કર્યું હતું. સુરતમાં આયોજિત આ લગ્નમાં કન્યાદાન સમયે ભાવે ઉપર કરનાર દ્રશ્યો સર્જાયા છે.

અંગોનું દાન કરનાર મહિલાની પુત્રીના લગ્ન લેવાયાં
સુરતમાં આવેલા ન્યુ સેટેલાઈટ રોડ પર રહેતા કલ્પેશભાઈ લાકડાવાળા ની પત્ની રાધેકિરણબેન  કલ્પેશભાઈ લાકડાવાળા આજથી ચાર વર્ષ પહેલા 16 જૂન 2019 ની રાત્રે બાથરૂમમાં તેમનો પગ લપસતા તેમને ગંભીર રીતે ઈજા ગ્રસ્ત થયા હતા.તેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તારીખ 20 જૂન 2019 ડોક્ટર એ તેમને બ્રેનડેડ જાહેર કર્યા હતા. તેમના પરિવાર તેમનું હૃદય,ફેફસા,કિડની અને આંખોનું દાન કરી કુલ છ વ્યક્તિને નવુંજીવન આપ્યું હતું. આ દરમિયાન થોડા દિવસ પહેલા રાધેકિરણબેનની દીકરી ક્રિષ્ના ના લગ્ન હતા.

કિડની મેળવનાર મહિલા લગ્નમાં હાજર રહ્યા
અંગદાનના આ મહત્વના કાર્યક્રમમાં રાધા કિરણ બહેનની કિડની મેળવી નવજીવન મેળવનાર બાયડાના જ્યોત્સના બેન સાથે પરિવારની મુલાકાત થઈ હતી અને બંને પરિવાર સંપર્કમાં આવ્યા હતા. જેથી ક્રિષ્ના ના લગ્ન માં સુચના બેને અને તેમના પરિવારને પણ આમંત્રણ અપાયું હતું. સેક્સના બેનને અને તેમના પતિ પણ ક્રિષ્ના તેમની જ દીકરી હોય તેવા ભાવ સાથે લગ્ન પ્રસંગમાં હાજર રહ્યા હતા.

કિડની મેળવનાર મહિલાએ કન્યાદાન કર્યું
જ્યોત્સાબેનના પરિવારે લગ્ન પ્રસંગની પૂજા વિધિ માટે બેસવાનું કહેતા તેઓ પણ ખૂબ જ ખુશ થઈ ગયા હતા. તેમજ દીકરી ક્રિષ્ના અને કન્યાદાન ની વિધિ પણ પોતે કરી હતી. પોતાની માતાની કિડની જોસના બેન ને મળવી હોય અને તેઓ પોતે કન્યાદાન કરતા હોય ત્યારે દીકરી ક્રિષ્નાને પણ જાણી કે તેની માતા જ પોતાના લગ્ન પ્રસંગમાં હાજર રહી હોય તે અનુભૂતિ થઈ રહી હતી.

મારી માતાની ખોટ પૂરી કરી
ક્રિષ્ના લાકડાવાલા એ જણાવ્યું છે કે,સ્વાભાવિક છે કે દીકરી પરણીને સાસરે જતી હોય ત્યારે તેની સામે સૌથી પહેલાં મા હોય છે. જોકે મારી નસીબ એવા હતા કે આ સમયે મારી પાસે મા ન હતી પરંતુ એક વાતનો સંતોષ હતો કે જેમનાં શરીરમાં મારી માનું એક અંગ છે તે જ્યોત્સના માસીએ મારું કન્યાદાન કર્યું છે. એવું લાગ્યું કે મમ્મી મને કશે ને કશે જુએ છે અને એમના આશીર્વાદ છે મારી સાથે છે. જ્યોત્સના માસીને મારી માતાની પણ ખોટ પૂરી કરી છે.

હૃદય, ફેફસાં અને કિડની સહિતના અંગોનું દાન કર્યું હતું
રાધેકિરણબેનનું હૃદય અને ફેફસાં મહારાષ્ટ્રના સાતારાની 25 વર્ષની રૂપાલીમાં, એક કિડની બાયડની જ્યોત્સનાબેન અને એક કિડની વડોદરાના રમેશભાઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. તેમજ બંને આંખો નેત્ર બેંકમાં દાન કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *