રસીકરણની લાઈનમાં ઉભેલા લોકો વચ્ચે અચાનક ઉભી થઇ મોટી બબાલ, લાકડી લાકડીએ માર્યો ઢોર માર

રોહતાસ: કારગહર પોલીસ સ્ટેશન વિસ્તારના હૃદય સરેયા ગામના રસીકરણ કેન્દ્રમાં લાઇન ઉપર બે પક્ષો વચ્ચે લડાઇ થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ત્રણ લોકો…

રોહતાસ: કારગહર પોલીસ સ્ટેશન વિસ્તારના હૃદય સરેયા ગામના રસીકરણ કેન્દ્રમાં લાઇન ઉપર બે પક્ષો વચ્ચે લડાઇ થઇ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે, કેટલાક લોકો તેમને લાકડીઓથી માર મારી રહ્યા હતા.

જાણવા મળ્યું છે કે, દરેક વ્યક્તિ કેન્દ્રમાં રસી લેવા માટે લાઇનમાં ઉભા હતા. આ દરમિયાન, બીજા પક્ષના લોકો પહેલેથી લાઈનમાં ઉભેલા પીડીતને ધક્કા મારવા લાગ્યા હતા. જેણે લઈને વિવાદ સર્જાયો અને ધીમે-ધીમે મામલો વધુ ગંભીર બન્યો હતો. ઘાયલોએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

ઘાયલ બંટી કુમારે કહ્યું કે, “પરિવારના સભ્યો રસી લેવા લાઈનમાં ઉભા હતા. ત્યારે જ કેટલાક લોકો આવ્યા અને લાઈનમાંથી દૂર કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન, વિવાદ વધ્યો અને લડાઈ શરૂ થઈ ગઈ. જોકે, ગ્રામજનોના મતે આ લડાઈ પાછળનું સાચું કારણ કંઈક બીજું જ છે.

બે જૂથો વચ્ચે જમીન વિવાદ છે અને તેમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. લોકોએ કહ્યું કે, “બંને પક્ષો વચ્ચે પહેલાથી જ જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. આમાં એક વ્યક્તિનું મોત પણ થયું છે. બાદમાં બંને વચ્ચે સમાધાન થયું હતું.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *