ચીનમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ: 16 લોકો થયા બળીને ભડથું, જુઓ વિડીયો

China Fire In Mall: ચીનના દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત ઝિગોંગ શહેરમાં એક ‘શોપિંગ મોલ’માં ભયાનક આગની ઘટના સામે આવી છે. આ ભયાનક આગમાં 16 લોકોના મોત થયા હતા. જ્યારે મોટી સંખ્યામાં લોકો દાઝી ગયા છે અને ઘાયલ થયા છે. ચીનના સરકારી(China Fire In Mall) મીડિયાએ આ માહિતી આપી છે.

રાજ્ય સમાચાર એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર, બુધવારે સાંજે 6 વાગ્યા પછી, અગ્નિશામકો અને બચાવ ટીમને 14 માળના મોલમાં આગ લાગવાની માહિતી મળી, ત્યારબાદ બચાવકર્મીઓ સ્થળ પર પહોંચ્યા અને 75 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. બચાવ કાર્ય ચાલુ છે.

ઘટનામાં 16ના મોત
ચીનમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. દક્ષિણ પશ્ચિમ શહેર જિગોંગમાં એક શોપિંગ મોલમાં ભીષણ આગની લપેટમાં આવતાં 16 લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે. ચીનના સરકારી મીડિયાના અહેવાલ મુજબ સિચુઆન પ્રાંતના જિગોંગ શહેરમાં એક 14 માળનું બિલ્ડિંગ આગની લપેટમાં આવી ગયું જેના કારણે અનેક લોકો તેમાં ફસાઈ ગયા હતા.

આગનું કારણ અકબંધ
હાલ એ જાણી શકાયું નથી કે આગ કેવી રીતે લાગી અને ઘટના સમયે મોલમાં કેટલા લોકો હતા. આ મોલમાં ‘ડિપાર્ટમેન્ટલ સ્ટોર’, ઓફિસ, રેસ્ટોરન્ટ અને થિયેટર છે. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે જેમાં બિલ્ડિંગના નીચેના ભાગની બારીઓમાંથી ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે, ત્યારબાદ આગ આખી બિલ્ડિંગને લપેટમાં લઈ ગઈ છે. આગ બુઝાવવા માટે ફાયર કર્મીઓએ વોટર કેનન છોડ્યું હતું.

ડ્રોનની મદદથી આગ બુઝાવવામાં આવી હતી
સ્થાનિક મીડિયા અનુસાર, આગ એટલી ભયાનક હતી કે ફાયર એન્જિન દ્વારા તેને ઓલવી શકાયું ન હતું. બાદમાં આ કામમાં ડ્રોનની મદદ પણ લેવામાં આવી હતી. નેશનલ ફાયર એન્ડ રેસ્ક્યુ એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તા લી વાનફેંગે કહ્યું કે ચીનમાં આગની ઘટનાઓ સતત બની રહી છે. આ વર્ષની શરૂઆતથી 20 મેના થોડાક જ મહિનામાં આગની ઘટનાઓમાં 947 લોકોના મોત થયા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 19 ટકા વધુ છે.