મંગળ પર થશે યુદ્ધ, દુનિયાનો થશે નાશ; બાબા વેંગાની નવી ભવિષ્યવાણી સાંભળી તમારી આત્મા કંપી જશે

Baba Vanga Prediction: સટીક ભવિષ્યવાણીઓ આપવા માટે પ્રખ્યાત બલ્ગેરિયા (બાલ્કન)ના બાબા વાંગાની ઘણી ભવિષ્યવાણીઓ સાચી પડી છે. તેમાંથી ભવિષ્યવાણી એક વર્લ્ડ ટ્રેડ સેન્ટર (WTC) પર હુમલો હતો. વર્ષ 2023માં પણ બાબા વેંગા દ્વારા કરવામાં આવેલી કેટલીક ભવિષ્યવાણીઓ(Baba Vanga Prediction) સાચી પડી હતી. હવે તેમ  ફરી એકવાર 2025 અને આવનારા વર્ષોની આગાહી કરી છે. આ ભવિષ્યવાણી વાંચીને તમારો આત્મા કંપી ઉઠશે.

તમને જણાવી દઈએ કે વાંગેલિયા પાંડેવા ગુશ્તેરોવા, જેને બાબા વાંગા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક અંધ બલ્ગેરિયન રહસ્યવાદી હતા. જેનું 1996માં 85 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના મૃત્યુ પછી પણ, વિશ્વભરના લોકો હજુ પણ તેમની આગાહીઓથી મંત્રમુગ્ધ છે. ‘બાલ્કન્સના નોસ્ટ્રાડેમસ’ તરીકે ઓળખાતા બાબા વેંગાએ દાવો કર્યો હતો કે તેમણે બાર વર્ષની ઉંમરે તેમની દૃષ્ટિ ગુમાવી દીધી હતી અને પછી ભવિષ્યવાણીની ભેટ વિકસાવી હતી.

આગામી દાયકાઓ માટે બાબા વાંગાની મુખ્ય આગાહીઓ નીચે મુજબ છે:

  • 2025: યુરોપમાં મોટા સંઘર્ષને કારણે ખંડની વસ્તીમાં નોંધપાત્ર ઘટાડો થશે.
  • 2028: ઊર્જાના નવા સ્ત્રોતો શોધવાના પ્રયાસમાં માનવ શુક્ર સુધી પહોંચશે.
  • 2033: ધ્રુવીય બરફ ઓગળવાથી દરિયાની સપાટીમાં નોંધપાત્ર વધારો થશે.
  • 2076: સામ્યવાદ વૈશ્વિક સ્તરે પાછો ફરશે.
  • 2130: બહારની દુનિયાની સંસ્કૃતિઓ સાથે સંપર્ક.
  • 2170: વૈશ્વિક દુષ્કાળ.
  • 3005: મંગળ પર યુદ્ધ.
  • 3797: પૃથ્વીનો વિનાશ, જેના કારણે માનવતા સૌરમંડળની અંદર કોઈપણ અન્ય ગ્રહની મુલાકાત લઈ શકશે.
  • 5079: વિશ્વનો અંત.