ભરૂચ (Bharuch) અંકલેશ્વર (Ankleshwar) ની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ (Fire in Chemical Factory) ચારે બાજુ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખ્વાજા ચોકડી (Khvaja Chokdi) નજીક આવેલી એક કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આજના સમાચાર મળતા જ એક સાથે કેટલી ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ હતી.
અંકલેશ્વરમાં આવેલી, મહાકાળી કેમિકલ કંપની (Mahakali Chemical Company) માં ભીષણ આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા કેટલા કિલોમીટર દૂર દેખાઈ આવતા હતા. મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, ઘટનાસ્થળે નજીક ઉભેલી ટ્રક બળીને ખાખ થઇ ગઇ છે. તમને જણાવી દઈએ કે આજુબાજુમાં ઇન્ડસ્ટ્રીયલ એરીયા છે, ભીષણ આગ લાગતાં જ દરેક કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા.
મળતી માહિતી અનુસાર, હજુ સુધી આગ લાગવાનું કારણ સામે આવ્યું નથી. હાલ ફાયર વિભાગને ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, અને આગને કાબૂમાં લેવાની તાજવીજ હાથ ધરી છે. અંકલેશ્વરની કેમિકલ ફેક્ટરીમાં લાગેલી આગના ધુમાડાના ગોટેગોટા કેટલા કિલોમીટર દૂર સુધી દેખાઈ આવ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.