ગીરના જંગલમાં થઇ સિંહ અને કુતરા વચ્ચે મોટી બબાલ, છેવટે સિંહને હાર માનવી પડી -સમગ્ર ઘટના કેમેરામાં કેદ

રાજ્યમાં અવારનવાર કેટલાંક વિડીયો સામે આવતા હોય છે. હાલમાં આવી જ એક વિચિત્ર એક ઘટના સામે આવી રહી છે. ગીરના સિંહના વીડિયો ઘણીવાર જોવા મળતા…

રાજ્યમાં અવારનવાર કેટલાંક વિડીયો સામે આવતા હોય છે. હાલમાં આવી જ એક વિચિત્ર એક ઘટના સામે આવી રહી છે. ગીરના સિંહના વીડિયો ઘણીવાર જોવા મળતા હોય છે. રહેણાંક વિસ્તારમાં સિંહ લટાર મારતા હોય કે પછી એકસાથે ઝૂંડમાં મારણ કરતા સિંહના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે.

હાલમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવી રહ્યો છે કે, જે જવલ્લેજ જોવા મળે છે. ગીર સોમનાથ પંથકના જંગલમાં એક સિંહ અને શ્વાન વચ્ચેની લડાઇ થતી આ વીડિયોમાં જોવા મળે છે કે, જેમાં શ્વાન હિંમતભેર સિંહ સાથે બાથ ભીડે છે અને એક સમયે સિંહે પીછેહઠ કરવી પડે છે.

એશિયાટીક સિંહનો રહેઠાણ એવા ગીર જંગલમાં વસતા સિંહોને જોવા માટે દેશ-વિદેશથી લાખો પ્રવાસીઓ જિલ્લાના સાસણ ગીર જંગલની મુલાકાતે આવતા હોય છે અને અહીં વનવિભાગ દ્વારા દેખાડવામાં આવતી જંગલ સફારીનો લ્હાવો માણતાં હોય છે.

જંગલ સફારી વખતે સહેલાણીઓને ભાગ્યે જોવા મળતા દૃશ્યો નિહાળવા માટે મળ્યા હતા. જેને સહેલાણીએ પોતાના કેમેરામાં કેદ કર્યા હતા. સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યા હતા. વીડિયોમાં જોવા મળે છે કે, જંગલમાંથી એક શ્વાન પાછળ સિંહ દોડતો આવે છે. શ્વાન પણ હિંમતભેર સિંહ સામે લડત કરે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *