સુરત(ગુજરાત): તાજેતરમાં શહેરના સોસ્યો સર્કલ નજીક આવેલા પેટ્રોલપંપ પર દારૂના ચિક્કાર નશામાં આવેલા બે યુવાનોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે ઝઘડો કરતા કર્મચારીઓ દ્વારા આ બંને યુવકોને માર મારી પોલીસને હવાલે કર્યા હોવાનું સામે આવ્યું છે. જોકે, કથિત રીતે ઇજાગ્રસ્ત યુવાનોની સારવાર કરાવવાને બદલે પોલીસ દ્વારા લોકઅપમાં પૂરી દેતાં બેમાંથી એક યુવકનું મોત નીપજ્યું છે.
આ ઘટનામાં પોલીસની બેદરકારીનો આક્ષેપ લગાવવામાં આવી રહ્યો છે. તો બીજી બાજુ પોલીસ દ્વારા આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે, સમગ્ર ઘટના સીસીટીવી સામે આવ્યા છે. આ સીસીટીવી વીડિયોમાં કથિત રીતે દારૂ પીધેલા યુવકની ધોલાઈ કરતા જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, હાલ સુરતમાં સતત ગુનાખોરી વધી રહી છે. જાણે કે, સુરતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિવસે ને દિવસે લથડી રહી હોય તેવું લાગી રહ્યું છે. લોકોને કાયદાની બીક ન હોય તેમ સામાન્ય બાબતે મારામારી અને જીવલેણ હુમલાઓ સુધી પહોંચી જાય છે. કદાચ આ મારામારીની ઘટનાઓ મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોવાથી જ આવી ઘટનાઓ સામે આવે છે.
આ દરમિયાન સુરતના સોસ્યો સર્કલ નજીક આવેલા પેટ્રોલપંપ પર ગઈકાલે રાત્રે બે યુવાનો દારૂનાં નશામાં પેટ્રોલ ભરાવવા માટે ગયા હતા. આ દરમિયાન અહીંયા સામાન્ય બાબતે બોલાચાલી થતાં પેટ્રોલ પમ્પનાં કર્મચારીઓ અને આ બંને યુવકો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હોવાનું સામે આવ્યું છે.
જોકે, પેટ્રોલ પમ્પના કર્મચારીઓ એકત્ર થયા અને બંને યુવાનોને માર મારી પોલીસના હવાલે કર્યા હતા. આ દરમિયાન ગંભીર ઈજા પામેલા આ બંને યુવાનોને સારવાર અર્થે લઇ જવાની જગ્યા પર પોલીસ દ્વારા લોકઅપમાં પૂરી રાખવામાં આવ્યા હતા જેમા બેમાંથી એક યુવકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
જોકે, માારામારીની સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ આ મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, આરોપીઓને સારવાર કરવાની જગ્યા પર પોલીસ દ્વારા આખી રાત લોકઅપમાં રાખવામ આવતા યુવકનું મોત નીપજ્યું છે. જોકે, આ ઘટનામાં પોલીસની બેદરકારી પણ સામે આવી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, આ મામલે હવે ઉચ્ચ અધિકારીઓ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે.
આ દરમિયાન આ મામલે હત્યાનો ગુનો નોંધાતા પેટ્રોલ પમ્પના કર્મચારીઓ પર તવાઈ બોલે તેવી સંભાવનાઓ છે. જીવન નિર્વાહ ચલાવવા આવતા આ કર્મચારીઓ દ્વારા એક શખ્સની પીટાઈ કરી તેમાં તેઓ હત્યા જેવા ગંભીર ગુનાનો ભાગ બની જશે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ દરમિયાન પોલીસ આરોપી તરીકે આ કર્મચારીઓને પકડે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે.
આ મામલે પેટ્રોલ પમ્પના માલિક પુરૂષોત્તમ ભાઈના જણાવ્યા અનુસાર, પહેલાં આ યુવકોએ કર્મચારી સાથે પીવાના પાણીની બોટલના મુદ્દે તકરાર કરી હતી. ઉશ્કેરાયેલા ગ્રાહકે અમારા કર્મચારી પર હાથ ઉપાડ્યો હતો અને લાફો પણ ઝીંકી દીધો હતો. ત્યારબાદ જે ઝપાઝપી થઇ તેના દૃશ્યો અને તે પહેલાં આ ગ્રાહકોએ કરેલા હુમલાનાં દૃશ્યો પણ સીસીટીવી વીડિયોમાં કેદ થઇ ગયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.