ગુંડો છે કે અધિકારી? જુઓ કેવી રીતે ગધેડાની માફક કાર્યપાલક ઇજનેર ગામીતે મારી લાત

સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં સુરત શહેરના મહાનગર પાલિકા(SMC)ના અધિકારીની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, અર્ચના સ્કૂલ(Archana…

સુરત(Surat): શહેરના વરાછા(Varachha) વિસ્તારમાં સુરત શહેરના મહાનગર પાલિકા(SMC)ના અધિકારીની ખુલ્લેઆમ દાદાગીરી સામે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર, અર્ચના સ્કૂલ(Archana School) પાસે મહાનગર પાલિકાના અધિકારી અને વેપારીઓ સામસામે આવી ગયા હતા અને શાકભાજીના વિક્રેતાને મહાનગર પાલિકાના અધિકારીએ બધાની વચ્ચે જ જાહેરમાં માર માર્યો હતો.

વેપારીઓએ રોષ ઠાલવતા મનપાના વાહન પર જ કર્યો પથ્થરમારો:
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 25 વર્ષથી શાકભાજીનું વેચાણ કરી રહેલા વેપારીઓને મહાનગર પાલિકાના અધિકારીઓ દ્વારા સતત દાદાગીરીથી શાકભાજીના વેપારીઓને ઉશ્કેરવામાં આવ્યા હતા અને ઉશ્કેરાયેલા શાકભાજીના વેપારીઓએ મહાનગર પાલિકાના વાહન પર પથ્થરમારો કર્યો હતો.

સત્તાની હવામાં ભાન ભૂલ્યો SMCનો અધિકારી:
વિડીયો જોઈને લાગી રહ્યું છે, સત્તાના મદમાં આવીને કાર્યપાલક ઇજનેર ગામીતે પોલીસ પ્રોટેક્શન મંગાવી રાખ્યું છે પરંતુ આવેશમાં આવીને સામાન્ય માણસને એક ગધેડો મારે તે માફક લાત મારીને પોતાની માનસિકતા છતી કરી છે. પોલીસ પ્રોટેક્શન સાથે પહોંચેલા અધિકારીને પોલીસને માત્ર સૂચના આપવાની હોય છે પરંતુ કોઈને માર મારવાનો અધિકાર કોઈ કાયદાની ચોપડીઓમાં લખવામાં આવ્યો નથી. ત્યારે જોવું રહ્યું કે આવા હલકી માનસિકતાના અધિકારી સામે પોલીસ પ્રશાસન અને મ્યુનિસિપલ કમિશનર કેવી કાર્યવાહી કરે છે.

મનપાના અધિકારીઓને મારવાનો અધિકાર આપ્યો કોણે?
શાકભાજીના વેપારીઓ સામે મહાનગર પાલિકાના અધિકારીઓને દાદાગીરી કરીને ઉશ્કેરવાની સતા કોણે આપી? જો શાકભાજી વાળા વેપારીઓને કારણે રસ્તા પર ટ્રાફિક જામ સર્જાય તો શાંતિથી સમજાવી શકાય અને જો કદાચ ન સમજે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી શકાય, પરંતુ આ મનપાના અધિકારીઓ તો પોતાને કાઈ સમજી બેઠા હોય તેવું આ વિડીયોમાં જોતા લાગી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *