જુઓ કેવી રીતે સુરતમાં મોટી દુર્ઘટના ટળી- લુખ્ખાતત્વોએ સળગતી દિવાસળી પેટ્રોલ પંપ પર ફેંકી અને…

સુરત(Surat): શહેરમાં પાંડેસરા(Pandesara) વિસ્તારમાં લુખ્ખાતત્વોનો આંતકનો હચમચાવી નાખે તેવો સીસીટીવી વીડિયો(CCTV video) સામે આવતા ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. નાયરા પેટ્રોલ પંપ(Naira petrol pump)…

સુરત(Surat): શહેરમાં પાંડેસરા(Pandesara) વિસ્તારમાં લુખ્ખાતત્વોનો આંતકનો હચમચાવી નાખે તેવો સીસીટીવી વીડિયો(CCTV video) સામે આવતા ભયનો માહોલ સર્જાઈ જવા પામ્યો છે. નાયરા પેટ્રોલ પંપ(Naira petrol pump) પર દિવાસળી દ્વારા પેટ્રોલ પંપ સળગાવી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સાથે જ પેટ્રોલ પંપના કર્મચારીને પણ માર મારવામાં આવ્યો હોય તેવું વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પેટ્રોલ પંપના કર્મચારીએ બે હાથ જોડીને કહ્યું હતું કે, રહેવા દો અમે મરી જઈશું, તેમ છતાં પણ બે ઈસમો દ્વારા કર્મચારીને માર મારવામાં આવ્યો હતો અને પેટ્રોલ પંપ પર સળગતી દિવાસળી ફેંકી પેટ્રોલ પંપ સળગાવવાનો હચમચાવી નાખે તેવો ભયાનક પ્રયાસ કર્યો હતો.

પાંડેસરા પોલીસે જણાવતા કહ્યું હતું કે, ભેસ્તાન-નવસારી રોડ ઉપર આવેલા નાયરા કંપનીના પેટ્રોલ પંપ પર આ ઘટના બની હતી. શનિવારની વહેલી સવારના રોજ બનેલી આ ઘટનામાં બાઇકમાં પેટ્રોલ ભરાવવા માટે આવેલા લુખ્ખાતત્વોએ પંપના કર્મચારી સાથે મારા મારી કરી દિવાસળી ચાંપી પેટ્રોલ પંપને સળગાવી દેવાનો પ્રયાસ કરતા હોવાનું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે. આ ઘટના પછી પેટ્રોલ પંપના મેનેજરે પોલીસ ફરિયાદ દાખલ કરતા પાંડેસરા પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પાંડેસરા પીઆઇ એપી ચૌધરીએ જણાવતા કહ્યું હતું કે, પેટ્રોલ ભરાવવા મુદ્દે કોઈ ઝઘડો થયો હોય એમ સીસીટીવી વિડીયોને જોતા હાલ લાગી રહ્યું છે. ફરિયાદ મળતાની સાથે જ પોલીસે બન્ને ઇસમોની સીસીટીવીના આધારે ઓળખ કરી અટકાયત કરવામાં આવી છે. કોરોના રિપોર્ટ આવ્યા પછી ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.

પંપ માલિક દિલીપ વિક્રમભાઈ પટેલએ જણાવતા કહ્યું હતું કે, ઘટના શનિવારના રોજ સવારની છે. બાઇક સવાર બે અજાણ્યા ઈસમો દ્વારા પેટ્રોલ પંપના કર્મચારી સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને દિવાસળી સળગાવી પંપ સળગાવી દેવાની ધમકી આપીને ત્યાંથી જતા રહ્યા છે બંને ઈસમો હિન્દીભાષી હતા. હાલમાં તો પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *