બનાસકાંઠા(ગુજરાત): વાસણ ગામમાં 2 લોકોનું અપહરણ કરી લૂંટ ચલાવી હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. તેમની પાસે 15 લાખની ખંડણી માંગનારા અપહરણકર્તાઓને પાલનપુર એલસીબી તેમજ ધાનેરા પોલીસે સંયુક્ત ઓપરેશન કરી તેમને પકડીને 2 પીડિત લોકો છોડાવી 6 આરોપીઓની ધડપકડ કરી વધુ તપાસ શરુ કરી છે. ધાનેરા તાલુકાના વાસણ ગામના 2 લોકોનું અપહરણ થયું હતું. મળતી માહિતી અનુસાર, ધાનેરા તાલુકાના વાસણ ગામના વતની દિનકર મકવાણા તેમજ વિજય ઉદેલ એન્ટીક વસ્તુઓની ખરીદી માટે કેટલાક લોકોના સંપર્કમાં આવ્યા હતા.
ત્યારબાદ આ બંને વ્યક્તિઓ પાંચ દિવસ તેમની સાથે રહ્યા હતા. એન્ટિક વસ્તુ ખરીદી માટે આવેલા લોકો તેમને છેતરપિંડી કરતા હોવાનું માલુમ પડતાં એન્ટિક વસ્તુ ખરીદવા ગયેલા બંને લોકો ત્યાંથી નીકળી ગયા હતા. જેની જાણ આરોપીઓને થતા આ બંને વ્યક્તિઓનું ધાનેરાના વાસણ ગામેથી જ અપહરણ કરવામાં આવ્યું હતું. આ બંને વ્યક્તિઓ પાસે રહેલા સોનાના દાગીના તેમજ ઓનલાઇન એક લાખ રૂપિયા ટ્રાન્ઝેક્શન કરાવી આરોપીઓએ લુંટ કરી હતી. ત્યારબાદ અપહરણકારોએ બંનેના મિત્રો તેમજ સ્વજનોને ફોન કરાવી 15 લાખની માંગ કરી હતી. તેથી આ અંગે તેમના સ્વજનોએ પાલનપુર પોલીસ કંટ્રોલરૂમમાં સંપર્ક કરી તેમને સમગ્ર વાતની જાણ કરી હતી. માહિતી મળતાની સાથે જ બનાસકાંઠા પોલીસ એક્શનમાં આવી હતી. ટેકનિકલ સેલના આધારે તપાસ શરુ કરી હતી.
ફોનના આધારે પોલીસે આરોપીઓની લોકેશન ટ્રેસ કરી હતી. તે લોકેશન રાજસ્થાન રાણીવાડા પાસેના મૈત્રીવાળાની ગુરૂકૃપા હોટલનું આવ્યું હતું. જે હોટેલ પર એલસીબી તેમજ ધાનેરા પોલીસે જે લોકોનું અપહરણ થયું છે તેમને કોઈપણ પ્રકારની ઈજા જ પહોંચે તે રીતે દિલધડક ઓપરેશન કરી અપહરણકારોની ધડપકડ કરી હતી. ત્યારે અપહરણ થયેલ લોકોને સહી-સલામત છોડાવ્યા આવ્યા હતા. પોલીસે અપહરણ કરતા 6 આરોપીઓને ઝડપી તેમની પાસેથી 6 લાખથી વધુનો માલ જપ્ત કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.