શાકભાજી લેવા નીકળેલા ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણને મોંઘવારી નડી કે નહી? જુઓ વિડીયો

કેન્દ્રીય નાણામંત્રી(Union Finance Minister) નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) શનિવારે ચેન્નઈ(Chennai)ના માયલાપોર(Mylapore) વિસ્તારમાં શાકભાજી ખરીદતા જોવા મળ્યા હતા. આ દરમિયાન નાણામંત્રીએ શાકભાજી વિક્રેતાઓ સાથે પણ વાતચીત કરી…

કેન્દ્રીય નાણામંત્રી(Union Finance Minister) નિર્મલા સીતારમણ(Nirmala Sitharaman) શનિવારે ચેન્નઈ(Chennai)ના માયલાપોર(Mylapore) વિસ્તારમાં શાકભાજી ખરીદતા જોવા મળ્યા હતા. આ દરમિયાન નાણામંત્રીએ શાકભાજી વિક્રેતાઓ સાથે પણ વાતચીત કરી હતી. નિર્મલા સીતારમણનો આ વિડીયો(Video) રાત્રિનો છે.

નિર્મલા સીતારમણના કાર્યાલયના ટ્વીટર હેન્ડલ પરથી નાણામંત્રી શાકભાજી ખરીદતા હોવાનો આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ પણ આ ટ્વીટને રીટ્વીટ કર્યું છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે નાણામંત્રી એક દુકાન પર રોકાય છે અને ટોપલી ઉપાડીને શાકભાજી ખરીદવા લાગે છે.

કેન્દ્રીય મંત્રી શાકમાર્કેટમાં રહીને શાકભાજી ખરીદતા હોવાના વિડીયો પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રૂપિયામાં થયેલા ઘટાડા પર આ વાત કહેવામાં આવી હતી:
ભારતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોંઘવારી સતત વધી રહી છે. તેની પાછળનું એક મહત્વનું કારણ ડોલર સામે રૂપિયાનું તીવ્ર અવમૂલ્યન છે. ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે તેના પર કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં કહ્યું હતું કે, રૂપિયો વિશ્વની બાકીની કરન્સી કરતાં વધુ મજબૂત રીતે ઊભો રહ્યો છે. અમેરિકી ડોલર સામે રૂપિયો ઘણો મજબૂત જોવા મળી રહ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે રિઝર્વ બેંક અને નાણા મંત્રાલય પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, જો કોઈ એક ચલણ છે, જે અન્ય કરન્સીની સરખામણીમાં સ્થિર અથવા અસ્થિર રહ્યું છે, તો તે ભારતીય રૂપિયો છે. અમે યુએસ ડોલર સામે ખૂબ સારી સ્થિતિમાં છીએ. રૂપિયાએ તેના પ્રતિસ્પર્ધીઓમાં ઘણી સારી પકડ બનાવી છે. તેમણે કહ્યું કે રૂપિયો પણ અન્ય કરન્સી સામે “ખૂબ સારી રીતે ઉછળ્યો” છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *