હેવાન બદમાશોએ વૃદ્ધ મહિલાના કરવતથી પગ કાપી ચાંદીના કડા કાઢી લીધા, જાણો ક્યાં બની દર્દનાક ઘટના

રાજસ્થાન(Rajasthan)ના જયપુર(Jaipur)માં એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. આ પ્રકારની ઘટના ક્યારેય બની નથી. 108 વર્ષીય મહિલાના બંને પગ કાપી નાખ્યા અને…

રાજસ્થાન(Rajasthan)ના જયપુર(Jaipur)માં એક કાળજું કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. આ પ્રકારની ઘટના ક્યારેય બની નથી. 108 વર્ષીય મહિલાના બંને પગ કાપી નાખ્યા અને પગ કાપ્યા બાદ પગમાંથી ચાંદીના કડા કાઢી લીધા હતા. વૃદ્ધ મહિલાની પુત્રી સવારે 6:00 કલાકે મંદિરેથી પરત આવી ત્યારે માતાની હાલત જોઈને ચોંકી ઉઠી હતી. બાદમાં આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ગલતા ગેટ પોલીસ સ્ટેશને ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.

વૃદ્ધ મહિલા બાથરૂમમાં લોહીથી લથપથ પડી હતી:
ગલતા ગેટ પોલીસે જણાવ્યું કે, ગંગાપોલ વિસ્તારમાં રહેતી 108 વર્ષીય જમુના દેવી, તેની પુત્રી ગોવિંદી અને તેની પુત્રી મમતા ત્રણેય એક જ ઘરમાં રહે છે. ભાડૂતો ઘરના ઉપરના ભાગમાં રહે છે. રોજની જેમ આજે પણ સવારે 4:00 કલાકે ગોવિંદી જાગી ગઈ હતી અને તેની માતા જમુના દેવીને રૂમમાંથી બહાર કાઢીને પલંગ પર બેસાડી દીધા હતા.

માતાને ચા પીવડાવીને દીકરી નજીકના મંદિરે ગઈ હતી. લગભગ 6:00 વાગ્યે તે ત્યાંથી પાછી ફરી ત્યારે માતા પલંગ પર દેખાઈ ન હતી. જ્યારે તેણીએ માતાની શોધ કરી તો જાણવા મળ્યું કે, માતા બાથરૂમમાં બેભાન અવસ્થામાં પડેલી છે અને બાથરૂમ આખું લોહીથી લથપથ હતું. ગોવિંદીએ જોરથી ચીસો પાડતાં તેની પુત્રી મમતા અને ઉપર રહેતા ભાડુઆત નીચે આવી ગયા હતા. બાદમાં આસપાસના લોકોને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી.

મોઢામાં કપડાનો ડૂચો નાખીને, બાથરૂમમાં ખેંચી કરવતથી તેના પગ કાપી નાખ્યા:
જમુના દેવીના બંને પગ ઘૂંટણની નીચેથી કાપી નાખવામાં આવ્યા હતા અને કાપ્યા બાદ પગમાંથી ચાંદીના કડા લૂંટી લેવામાં આવ્યા હતા. પોલીસનું માનવું છે કે, આ ઘટનામાં ત્રણથી ચાર લોકો સામેલ હોઈ શકે છે. નજીકમાં રહેતા કેટલાક શકમંદોની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસ અધિકારીઓનું કહેવું છે કે લૂંટારુઓએ ઘણા દિવસ રૈકી કરી હશે, તેઓ એ પણ જાણતા હતા કે સવારે 4:00 થી સવારે 6:00 વાગ્યા સુધી ઘરમાં ઓછા લોકો રહે છે.

આ દર્દનાક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો:
બીજી તરફ, ગોવિંદીએ કપાયેલા પગ અને માતા વિશે એસ.એમ.એસ. હોસ્પિટલ પહોંચ્યા છે. જ્યાં સર્જરી શરૂ કરવામાં આવી હતી. પરંતુ વધુ પડતું લોહી વહી જવાને કારણે વૃદ્ધ મહિલા હજુ પણ બેભાન છે. આ સમગ્ર ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે. જેઓ સવારના 4 વાગ્યાથી તેમના ઘરેથી ગુમ છે તેમની પોલીસ તપાસ કરી રહી છે અને પૂછપરછ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *