રાજ્યમાં દિવાળી બાદ સુરતમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. જેથી સુરતમાં પણ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાના ટેસ્ટની સંખ્યામાં વધારો કરી દેવામાં આવ્યો છે. સુરતમાં બીજા રાજ્યમાંથી કે, અન્ય સ્થળ પરથી આવતા લોકોનો પહેલા કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે.
ત્યારપછી શહેરમાં પ્રવેશ આપવામાં આવે છે. કોવિડ ટેસ્ટ માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વિવિધ જગ્યા પર ડોમ પણ ઉભા કરવામાં આવ્યા છે. સુરતમાં 27 નવેમ્બરે કુલ 238 કોરોનાના કેસ નોંધાયા હતા. અત્યાર સુધીમાં ફૂલ 31,495 લોકો કોરોનાથી સંક્રમિત થઇ ચુક્યા છે.
આની ઉપરાંત વિવિધ ઝોનના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા વધારેમાં વધારે રેપિડ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ટેક્સટાઈલ માર્કેટમાં કામ કરતા કુલ 997 લોકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેમાંથી કુલ 13 લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું હતું.
આની ઉપરાંત સુરતમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રી સાથે સંબંધિત કુલ 1,253 લોકોનો કોરોનાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી કુલ 4 વ્યક્તિ સંક્રમિત હોવાનું જાણવા મળ્યું હતું. તેથી કોરોના સંક્રમિત થયેલા લોકોની સારવાર શરૂ કરવામાં આવી હતી.
સુરતમાં કોરોનાથી સંક્રમિત થયેલ દર્દીઓને શોધવા માટે સુરત મહાનગરપાલિકાની કુલ 1,985 ટીમો દ્વારા 27 નવેમ્બરે કુલ 7,93,244 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી હતી. આની ઉપરાંત કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે કોવિડની ગાઈડલાઈનનો ભંગ કરતા કુલ 36 પાનના ગલ્લા બંધ કરાવી દેવામાં આવ્યા હતા તેમજ શહેરમાં વિવિધ જગ્યા પર રસ્તા ઉપર ગેરકાયદેસર રીતે વસ્તુનું વેચાણ કરતા કુલ 295 પાથરણાવાળા સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આની સાથે જ સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા 27 નવેમ્બરે કુલ 1,716 સ્થળોને સેનિટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા કુલ 8,96,002 સ્થળોને સેનિટાઈઝ કરવાની કામગીરી કરવામાં આવી છે.
સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા લક્ષણો દેખાતા હોય એવા લોકોને કોવિડ ટેસ્ટ કરાવવા માટે અપીલ કરવામાં આવી છે. આની ઉપરાંત સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા સોસાયટીઓના પ્રમુખોને સુચના આપી દેવામાં આવી છે કે, એમની સોસાયટીમાં જો કોઈ વ્યક્તિ વતનથી અથવા તો કોઈ સ્થળ પર ફરીને પાછા આવ્યું હોય તો તેમનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવે. જેને કારણે કોરોનાનું સંક્રમણ આગળ વધતું અટકાવી શકાય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle