ઈ.સ.1947 પહેલા આપણો ભારત દેશ બ્રિટીશનો ગુલામ હતો. ત્યારે ભારતનાં લોકો બ્રિટિશની ગુલામીથી કંટાળ્યા હતા. બધા ઘરનાં બાળકો ભારત દેશને આઝાદ કરવા માંગતા હતા. કેટલાક ભારતનાં સેનાનીઓ દ્વારા આઝાદીની લડાઈમાં તેનું જીવન પણ ગુમાવ્યું હતું. એમાં ગાંધી બાપુ, ભગતસિંહ, સુખદેવ સિંહ, લાલા લજપત રાય વગેરેનો મહાન વ્યક્તિ પણ સામેલ હતા. તે બધા વ્યક્તિના નામ ભારતના ઇતિહાસમાં સોનેરી પત્રોમાં લખાયા છે. છેવટે ભારત ઈ.સ.1947માં આઝાદ થઇ ગયું.
ભારત દેશ હાલ આઝાદ છે તેમજ હાલનાં બદલાતા સમયની સાથે દરેક વસ્તુઓમાં મોંઘવારી વધી થઈ છે. આઝાદી વખતે ભારત દેશમાં કેટલો ફુગાવો હતો તેની આપણે કલ્પના પણ કરી ન શકીએ. હાલ બદલાતા સમયની સાથે સાથે રીતી રીવાજ તેમજ દરેક વસ્તુમાં બદલાવ આવી ગયો છે. પણ આપણી યાદો સમયની સાથે ક્યારેય બદલાતી હોતી નથી. જે કાયમ આપણી સાથે રહે છે આજ રોજ આપણા ભારત દેશને આઝાદ થયાનાં 7૦ વર્ષો થયા છે. આ 7૦ વર્ષો માં સમગ્ર ભારત દેશ બદલાયો છે. આજ રોજ અમે 1947નાં ઓગસ્ટ માસ અંગે આપણે જાણીશું. ત્યારે કેવી વસ્તુની કિંમત કેટલી હતી.
ભારત આઝાદ થયું તે સમયે વસ્તુનો શું ભાવ હતો.
હાલનાં સમયમાં બાસમતી ચોખા મોંઘા થઇ ગયા છે તે આઝાદીનાં સમયમાં 65 પૈસા પ્રતિ kgની કિંમતે તેમજ ઘઉં 26 પૈસા પ્રતિ kgની કિંમતે મળતા હતા. અત્યારે સાકર 40 પૈસા પ્રતિ kgએ મળે છે. જયારે તે સમયે 57 પૈસા પ્રતિ kgની કિંમતે મળતા હતા.
મિત્રો 1947નાં દાયકમાં ડિસલની કિંમત 35 રૂપિયા હતાં.
1947માં વાહનોનો ઉપયોગ વધારે કરતા નહતા. તેથી ત્યારે મુંબઈની વિક્ટોરિયા નામની ઘોડે સવારી બહુ જ પ્રખ્યાત હતી. આ ઘોડેસવારી માટે વ્યક્તિને 1.5 km જવું હોય તો એનો એક આનો જ આપવામાં હતો. 1947માં અમદાવાદ શહેરથી મુંબઈમાં પ્લેનમાં જવાની ટિકિટ 18 રૂપિયા જેટલી હતી.
ત્યારે ચોપડીઓની કિંમત માત્ર 1.5 રૂપિયા હતી. હાલના સમયમાં મુવીની ટીકીટો 500 સુધીની મળે છે ત્યારે 40 પૈસાથી 8 આના સુધીની મળતી હતી. આપણને 1947ની કિંમત સાધારણ લાગે છે પરંતુ ત્યારે લોકોની મહિનાની આવક 150 રૂપિયા કરતા વધુ ન હતી.
જો કે, ત્યારે આટલી ઓછી આવકમાં પણ ઘર ખર્ચો સહેલાઈથી નીકળી જતો હતો. જયારે આપણે તેને અત્યારનાં સમયની સાથે સરખાવીએ તો વ્યક્તિ પ્રતિ માસ હજારો રૂપિયા કમાઈ છે. પરંતુ હાલના સમયમાં માણસો જેમ વધારે કમાણી કરે છે એવી રીતે હાલના સમયમાં ખર્ચા પણ બહુ જ વધ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle