કોરોનાને કારણે ગુજરાતની સ્થિતિ દિવસેને દિવસે બગડી રહી છે. ક્યાય ઓક્સીજન ઘટે છે તો ક્યાંક વેન્ટીલેટર, ક્યાંક દવાઓ નથી મળી રહી તો ક્યાંક બેડ જ નથી મળી રહ્યા. આવી કપરી પરિસ્થિતિનો સામનો કરતુ ગુજરાત હાલ ભગવાન ભરોશે જીવી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં દરરોજ વધુમાં વધુ લોકો સંક્રમિત થઇ રહ્યા છે અને વધુમાં વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. દરરોજ નવા રેકોર્ડ બની રહ્યા છે. ક્યાંક બેડ માટે દર્દીઓ લડત લડી રહ્યા છે તો ક્યાંક સારવાર માટે જીવન અને મોત વચ્ચે લડી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટની સ્થિતિ સતત બગડી રહી છે.
કોરોના મહામારીથી બચવા આજે દરેક લોકો થતા પ્રયત્નો કરી રહ્યા છે, હવે લોકો સમજી ગયા છે કે, પાણી હવે માથા ઉપરથી વહેવા લાગ્યું છે. કોરોનાએ આજે રાજ્યના મોટાભાગના મહાનગરોમાં પોતાનો પગપેસારો કરી દીધો છે. મહાનગરોના મોટાભાગના ઘરોમાં કોરોનાએ પોતાનું સ્વરૂપ બતાવ્યું છે અને લોકોએ કોરોનાને ગંભીરતા પૂર્વક લેવાનું શરુ કર્યું છે. પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, કોરોનાથી સાજા થનાર લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે અને મૃત્યુદરમાં વધારો થઇ રહ્યો છે. કોરોના મહામારી ગયા વર્ષ કરતા પણ આ વર્ષે વધારે વકરી છે.
કોરોનાની સેકન્ડ વેવથી માનસિક અસરો પણ વધી છે. લોકોમાં તણાવ અને ચિંતાનું પ્રમાણ પણ વધ્યું છે. અમુક વખત તો દર્દીએ નાના બાળકની જેવી કરતૂતો કરવા લાગે છે. તેમ છતાં ડોક્ટર અને નર્સ ખુબ જ સારી રીતે સેવાચાકરી કરી રહ્યા છે. જાણે પોતાના જ માતા-પિતા ન હોય તેવી હુંફ આપીને દર્દીઓને કોરોના મુક્ત કરી રહ્યા છે.
ત્યારે આજરોજ રાજકોટ સિવિલ હૉસ્પિટલના આઇસીયુમાં આવી જ એક ઘટના સામે આવી છે. રાજકોટ સિવિલમાં કોરોનાના ગંભીર દર્દીઓને ખુબ જ સારી રીતે સારવાર કરવામાં આવી રહી છે. એક સ્પેશ્યલ ટીમ દ્વારા જ્યારે સિવિલ હોસ્પિટલના આઇસીયુ વોર્ડની મુલાકાત લેવામાં આવી ત્યારે દર્દીઓની પીડાની સાથે મેડિકલ સ્ટાફના સમર્પણના દૃશ્યો જોવા મળ્યા હતા. સિવિલમાં હ્રદયસ્પર્શી દ્રશ્યો દેખ્યા આવ્યા. દર્દી આવેશમાં આવીને પોતાને કે બીજાને નુકસાન પહોંચાડે નહીં એ માટે તેમના હાથ-પગ બાંધી રાખવામાં આવ્યા હતાં. ક્યારેક એકલતાને કારણે તો ક્યારેક વ્યસન નહીં મળવાથી ઘણા દર્દી ગુસ્સે થઈને હિંસક પણ બને છે છતાં ડૉક્ટર-નર્સ શાંત રહીને તેમને સાચવે છે.
ગુજરાતને કોરોના મુક્ત તો કત્વાનું જ છે આ ઉપરાંત દર્દીઓને માનસિક રીતે શાંતી મળે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કોરોનાની સાથે આવા દર્દીનું મન શાંત થાય એ માટે પણ કાઉન્સલિંગ તથા દવાના આધારે સારવાર થાય છે. નર્સે કહ્યું કે, ‘જાણે બાળક હોય એ રીતે દર્દીને સાચવવા પડે છે. માથે હાથ ફેરવીને વ્હાલ પણ કરવો પડે તો વડીલની જેમ આંખો કાઢીને ખીજાવું પણ પડે છે.’ અહીં દર્દીઓના ચહેરા બદલાતા રહે છે પણ ડૉક્ટર-નર્સ સહિતના મેડિકલ સ્ટાફની ફરજ અને એમની નિષ્ઠા એવીને એવી જ રહે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.