Petrol Diesel Price 3rd February: બજેટ 2023 બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ભડકો- જાણો તમારા વિસ્તારમાં શું છે ભાવ

Petrol Diesel Price 3rd February: કેન્દ્રીય બજેટના ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને સામાન્ય લોકો માટે સારા સમાચાર છે. ભારતીય ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ગુરુવાર, ફેબ્રુઆરી 3, 2023 માટે પેટ્રોલ અને ડીઝલની નવીનતમ કિંમતો જાહેર કરી છે, જેમાં નહીવત વધારો કરવામાં આવ્યો છે. આ રીતે આજે સતત 255મો દિવસ છે જ્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી.

ગુજરાતમાં શું છે હાલ?
સુરતમાં Petrol ના ભાવ 96.42 રૂપિયા પ્રતિ લીટર છે, જે ગઈકાલે એટલે કે બે ફેબ્રુઆરીના 96.30 રૂપિયાથી 0.12 વધારે છે.
વડોદરામાં Petrol ના ભાવ 96.54 રૂપિયા પ્રતિ લીટર છે, જે ગઈકાલે એટલે કે બે ફેબ્રુઆરીના 96.08 રૂપિયાથી 0.46 વધારે છે.
અમદાવાદમાં Petrol ના ભાવ 96.77 રૂપિયા પ્રતિ લીટર છે, જે ગઈકાલે એટલે કે બે ફેબ્રુઆરીના 96.42  રૂપિયાથી 0.35 વધારે છે.

હાલમાં દિલ્હીમાં પેટ્રોલ 96.72 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 89.62 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ 106.31 રૂપિયા અને ડીઝલ 94.27 રૂપિયા પ્રતિ લીટરના ભાવે ઉપલબ્ધ છે. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 106.03 રૂપિયા અને ડીઝલ 92.76 રૂપિયા પ્રતિ લીટર છે. બીજી તરફ ચેન્નાઈમાં પેટ્રોલ 102.63 રૂપિયા અને ડીઝલ 94.24 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

અહીં સૌથી મોંઘુ Petrol Diesel મળે છે
રાજસ્થાનના ગંગાનગર અને હનુમાનગઢ જિલ્લામાં સૌથી મોંઘુ પેટ્રોલ અને ડીઝલ વેચાઈ રહ્યું છે. ગંગાનગરમાં પેટ્રોલની કિંમત 113.48 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 98.24 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે હનુમાનગઢ જિલ્લામાં પેટ્રોલ 112.54 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 97.39 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

અહીં સૌથી સસ્તું Petrol Diesel મળે છે
પોર્ટ બ્લેરમાં આજે સૌથી સસ્તું પેટ્રોલ-ડીઝલના ભાવમાં વેચાઈ રહ્યું છે. જ્યાં પેટ્રોલની કિંમત 84.10 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 79.74 રૂપિયા પ્રતિ લીટર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *