હુબહુ Alia Bhattની જેવી દેખાય છે આ છોકરી, વીડિયો જોઈને તમે પણ ખાઈ જશો ગોથા… કે આમાંથી અસલી કોણ?

બોલિવૂડ સ્ટાર્સની ફેન ફોલોઈંગ કરોડોમાં છે પરંતુ તેમના જેવા દેખાતા ફેન્સ થોડા જ છે. અત્યાર સુધી માધુરી દીક્ષિત (Madhuri Dixit) અને ઐશ્વર્યા રાય (Aishwarya Rai)ના…

બોલિવૂડ સ્ટાર્સની ફેન ફોલોઈંગ કરોડોમાં છે પરંતુ તેમના જેવા દેખાતા ફેન્સ થોડા જ છે. અત્યાર સુધી માધુરી દીક્ષિત (Madhuri Dixit) અને ઐશ્વર્યા રાય (Aishwarya Rai)ના લુકલાઈકના વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા હતા, પરંતુ હવે બોલિવૂડની સુંદર અભિનેત્રી આલિયા ભટ્ટ (Alia Bhatt) ની લુકલાઈક પણ જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Roshni Sony (@roshni_ansaari)

Alia Bhattની હમશકલ જોઈને ખુદ રણબીર કપૂર પણ પહેલી નજરે ચોંકી જશે. આલિયા જેવી દેખાતી તેના ફેન અને લુકલાઈકનું નામ રોશની અંસારી (Roshni Ansari) છે, જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર સ્ટાર બની ગઈ છે. રોશનીને ઇન્સ્ટાગ્રામ પર હજારો લોકો ફોલો કરે છે.

રોશની અંસારીના વીડિયો જોઈને તમે પણ કન્ફ્યુઝ થઈ જશો કે આ આલિયા છે કે કોઈ અન્ય. રોશનીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ તેના ફોટા અને વીડિયોથી ભરેલું છે અને એકંદરે તે Alia Bhatt જેવી લાગે છે. રોશનીની આંખો અને હાવભાવ આલિયા સાથે બરાબર મેળ ખાય છે.

 

View this post on Instagram

 

A post shared by Roshni Sony (@roshni_ansaari)

રોશનીએ આલિયાની સુપરહિટ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’નો સીન રિક્રિએટ કર્યો છે જેમાં તેની એક્સપ્રેશન આલિયા જેવી છે અને તેણે Alia Bhattની જેમ મેક-અપ પણ કર્યો છે. આ પહેલા રોશનીએ વધુ એક વીડિયો શેર કર્યો હતો જેમાં આલિયાના અનેક પાત્રો એક સાથે બતાવવામાં આવ્યા હતા.

Alia Bhatt વિશે વાત કરીએ તો, આ દિવસોમાં પેરેંટહુડ (માતા) આનંદ માણી રહી છે અને ફિલ્મોમાં કમબેક કરવા માટે પોતાને ફિટ રાખી રહી છે. Alia Bhatt-રણબીર કપૂરની દીકરી રાહાનો જન્મ 6 નવેમ્બરે થયો હતો, ત્યાર બાદ આલિયાએ કામમાંથી બ્રેક લીધો છે. હાલમાં, Alia Bhatt પરિવારના સભ્યો સાથે પાર્ટી કરતી અને જીમમાં સમય પસાર કરતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Roshni Sony (@roshni_ansaari)

આલિયા પોતાને ફિટ બનવા માટે યોગનો કરી રહી છે, જેની તસવીરો તે સોશિયલ મીડિયા પર પણ શેર કરે છે. Alia Bhattની પહેલી હોલિવૂડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ આ વર્ષે ઓગસ્ટમાં રિલીઝ થવા જઈ રહી છે, જેનો પ્રોમો ભૂતકાળમાં રિલીઝ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *