જાણો કઈ જગ્યાએ ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ કર્મી લાંચ લેતા છટકામાં ઝડપાતા ભાગી ગયો

Crime Branch Policeman: રાજ્યમાં હાલ ACB દ્વારા જે અધિકારીઓ લાંચ લેતા હોય તેને પકડવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.સોમવારે એટલે કે આજે તારીખ 29/01/2024 ના…

Crime Branch Policeman: રાજ્યમાં હાલ ACB દ્વારા જે અધિકારીઓ લાંચ લેતા હોય તેને પકડવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે.સોમવારે એટલે કે આજે તારીખ 29/01/2024 ના રોજ વલસાડ ક્રાઇમ બ્રાંચમાં(Crime Branch Policeman) કામ કરી રહેલા આશીષભાઈ માયાભાઈ કુવાડીયાની ACB દ્રારા પકડવામાં આવ્યો છે.અને તે લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

ક્રાઇમ બ્રાન્ચનો પોલીસ કર્મી લાંચ લેતા છટકામાં ઝડપાતા ભાગી ગયો
મળતી માહિતી અનુસાર, ફરીયાદી પહેલા ઈગ્લીશ દારૂનો ધંધો કરતો હતો અને હાલ દારૂનો ધંધો ન કરતો હોવા છતાં ક્રાઇમ બ્રાંચના આ અધિકારીએ વલસાડ જીલ્લામાં દારુના કેસોમાં ફરીયાદીનુ નામ ખોટી રીતે લખાવ્યું હતું અને તેને ધમકી પણ આપી રહ્યો હતો. અને આ અધિકારી તેને એમ પણ ધમકાવતો હતો કે હું તારા જુના કેસો ખોલીને તને અંદર કરી નાખીસ. અને જો તારે આવું કઈ ના કરવું હોય તો તારે મને 5,00,000 રૂપિયા આપવા પડશે. આવી રીતે તે ધમકી મારી રહ્યો હતો.

અને છેવટે ફરીયાદી થોડીક રકઝકના અંતે 3,00,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું. અને આ લાંચના 3,00,000 રૂપિયા ફરીયાદી આ અધિકારો આપવા માંગતા ન હતો. અને છેવટે ફરીયાદીએ ACB પોલીસ સ્ટેસન ભરૂચ ખાતે આવી ફરીયાદ લખાવી. અને ACB ટીમે ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું. આરોપીએ ફરીયાદી પાસેથી આજે તારીખ 29/01/2024ના રોજ નક્કી કરેલી લાંચની રકમ ફરીયાદી પાસેથી લેવા આવ્યો હતો. પરંતુ ACBની ટીમે આવી જતા આ આરોપી લાંચની રકમ પોતાની ગાડીમાં મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો.