બનાસકાંઠા(Banaskantha): ઉતર ગુજરાતમાં આવેલ બનાસકાંઠાના ડીસા(Deesa)માં વેપારીની અનોખી જાહેરાતથી દુકાને લાઈનો લાગી ગઈ છે. જેમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ'(The Kashmir Files) ફિલ્મની ટિકિટ લઇને આવો અને ૨૦૦ ગ્રામ ઘી ફ્રી ઘરે લઈને જાઓ. જેમાં ડીસામાં હરિઓમ માર્કેટિંગ નામની દુકાનના માલિકે ત્રણ દિવસ અનોખું કેમ્પઇંગ ચલાવું છે જેમાં તારીખ 14 માર્ચ થી 16 માર્ચ સુધી જે પણ લોકો ફિલ્મ જોઈને આવે તેની ટીકીટ આપીને ઘી લઈ જઈ શકે છે.
આ ફિલ્મને ગુજરાત રાજ્યમાં કરમુક્ત જાહેર કરવાનો મહત્વનો નિર્ણય પણ રાજ્ય સરકારે કર્યો છે. ત્યારે આ વેપારીની અનોખી જાહેરાત કરી છે જેમાં ફિલ્મ જોઈને ટીકીટ લઈને આવો અને ઘરે ઘી લઇ જાઓ ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં કરેલ મેસેજના પગલે લોકો હાલ ટીકીટ આપીને ફિલ્મ વિષે જણાવીને ઘી ઘરે લઈ જઈ રહયા છે.
વિવેક અગ્નિહોત્રી નિર્દેશિત ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ હાલ સૌથી વધુ ચર્ચામાં આવી છે. ત્યારે ડીસાના સુપર માર્કેટ માં આવેલ હરિઓમ માર્કેટિંગ નામની દુકાનના વેપારી અને ડીસા તાલુકાના ભીલડીના સોયલા ગામના રહેવાસી પ્રકાશ ભાઈ પ્રહલાદ ભાઈએ જોશી વર્ષો થી ડીસામાં સુપર માર્કેટમાં પોતાની હરિઓમ માર્કેટીંગ નામની ઘી ડીલરશીપ તરીકે વેપાર કરી રહ્યા છે જેમને એક નવી પહેલ કરી છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોઈને આવે તેને હરિઓમ માર્કેટિંગમાંથી ૨૦૦ ગ્રામ ઘી ના જાર ફ્રી આપવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.