મહેસાણાના ઊંઝામાં આવનારી 18થી 22 ડિસેમ્બરના રોજ ઊંઝા ઉમિયા સંસ્થાન ખાતે શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું ખુબ મોટા પાયે આયોજન કરવામાં આવ્યું છે. આ મહાયજ્ઞમાં લાખો લોકોની ભીડ ઉમટવાની છે. મહાયજ્ઞ માટે ઊંઝાના ઐઠોર રોડ પર 700 વીઘા જમીનમાં વિશાળ ઉમાનગર તૈયાર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ આ ધાર્મિક કાર્યક્રમમાં નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ સહીત ભાજપના ઘણા મહાનુભાવોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પાટીદાર સમજાણી સંસ્થા દ્વારા ભાજપના નેતાઓએ આમંત્રણ અપાતા જ પાટીદાર યુવકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો છે.
સોશિયલ મીડિયામાં પણ અમિત શાહ “ગો બેક” ની પોસ્ટ ખુબ વાઇરલ થઇ રહી છે ત્યારે હવે અમિત શાહ આવશે તો યુવકોના રોષનો ભોગ બનશે તે નક્કી છે. ત્યારે લક્ષચંડી મહાયજ્ઞમાં પણ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલને રાજકારણ દેખાઈ રહ્યું છે. કારણ કે, હાર્દિક પટેલ રોજ રોજ પોતાના ફેસબુક અકાઉન્ટ પર લક્ષચંડી મહાયજ્ઞને લઇને ભાજપના નેતાઓ સામે આક્ષેપ કરતી સ્ટોરી અપલોડ કરી રહ્યો છે.
10 ડિસેમ્બરના રોજ હાર્દિક પટેલે એક પોતાના ફોટાની સાથે લક્ષચંડી મહાયજ્ઞના લોકોની સાથે કેટલીક સ્ટોરી અપલોડ કરી હતી. જેમાં પહેલા ફોટામાં લખવામાં આવ્યું હતું કે, અમે તૈયાર છીએ અને આ લખાણની નીચે લખવામાં આવ્યું છે કે, તારા સંતાનોને મારવા વાળા તારા કાર્યક્રમમાં આવશે તો અમે માર આપીને જ મોકલીશું.
બીજા ફોટામાં લખવામાં આવ્યું હતું કે, હિંદુ ધર્મના નામે હંમેશા રાજનીતિ ભાજપ કરે છે. પાટીદાર સમાજની કુળદેવી માં ઉમિયાના ધામ ઊંઝા ખાતે વિશ્વનો સૌથી મોટો યજ્ઞ થઇ રહ્યો છે પરંતુ માં ઉમિયાનના સંતાન હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશબંધી જ રહે તેવા કામ ભાજપના કહેવાથી સરકારી વકીલો કોર્ટમાં કરી રહ્યા છે.
ત્રીજા ફોટામાં લખવામાં આવ્યું છે કે, કોર્ટમાં સરકારી વકીલ હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશ ના કરવા માટેની દલીલો શા માટે કરે છે? પાટીદારની કુળદેવી માં ઉમિયાના લક્ષચંડી મહાયજ્ઞમાં પાટલો લીધો હોવા છતાં હાર્દિક પટેલને મહેસાણામાં પ્રવેશ નથી કરવા દેતી ભાજપ સરકાર.થ
ચોથા ફોટામાં લખ્યું છે કે, પહાર્દિક પટેલને શા માટે છેલ્લા ચાર વર્ષથી મહેસાણામાં એન્ટ્રી નથી આપવામાં આવતી. હાર્દિકના પરિવારજનો-સગા સંબંધીઓ મહેસાણામાં રહે છે. ઘરના પ્રસંગમાં હાજર નથી રહેવા દેવતા, કુળદેવીના ધાર્મિક કાર્યક્રમના પણ હાર્દિક પટેલને શા માટે દૂર રાખવામાં આવે છે? પારિવારિક અને ધાર્મિક કાર્યક્રમોમાં પણ ભાજપ રાજકારણ કરી રહ્યું છે.
પાંચમાં ફોટામાં લખ્યું છે કે, ભાજપ સરકાર હાર્દિક પટેલને કુળદેવી માં ઉમીયાના યજ્ઞમાં જતો અટકાવે છે. જે કોઈ પણ ભોગે સહન થાય તેમ નથી. સમાજના દીકરાઓની હત્યા કરનારાઓ ધાર્મિક કાર્યક્રમમાં પણ રાજનીતિ કરી રહ્યા છે. પણ યાદ રાખજો સમાજના ગદ્દારોને સમાજના જ લોકો સબક શીખવાડશે. ધાર્મિક કાર્યક્રમમાં રાજકારણ કરનારાઓના ઝભ્ભા પણ ફાટી જશે.
છઠ્ઠા ફોટામાં લખ્યું છે કે, શું ભાજપના નેતાઓ અને સરકાર એમ ઈચ્છે છે કે, પાટીદાર સમાજની કુળદેવી માં ઉમીયાના દર્શન કરતા હાર્દિક પટેલને રોકવામાં આવે તેથી સમાજમાં ભાગલા પડે. પાટીદાર સમાજનો પ્રસંગ બગડે. આ ભાજપના નેતાઓ પાટીદાર સમાજની કુળદેવીના કાર્યક્રમમાં પણ રાજનીતિ કરી રહ્યા છે.
સાતમાં ફોટામાં લખવામાં આવ્યું છે કે, પપાટીદાર સમાજની કુળદેવી માં ઉમિયાના દર્શન કરતા હાર્દિક પટેલને રોકવાનો પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે.
સાતમાં ફોટામાં લખવામાં આવ્યું છે કે, ‘પાટીદાર સમાજની કુળદેવી માં ઉમિયાના દર્શન કરતા હાર્દિક પટેલને રોકવાનો પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે.’
અમિત શાહ આવશે તો આત્મવિલોપન કરાશે…
ઊંઝામાં થઈ રહેલા પાટીદાર સમાજના લક્ષચંડી યજ્ઞમાં આયોજકો દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહને આમંત્રણ આપવામાં આવતા પાટીદાર સમાજના યુવાનોનું એક જુથ તેનો વિરોધ કરી રહ્યુ છે. પાટીદાર યુવાનોએ યજ્ઞના આયોજકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવે તો વાંધો નથી પણ અમીત શાહને બોલાવવા સામે પોતાનો વિરોધ વ્યકત કરતા ચીમકી આપી છે. તેઓ ઉપવાસ ઉપર ઉતરશે અને જરૂર પડે આત્મવિલોપન કરી પોતાનો વિરોધ વ્યકત કરશે. પાટીદાર આગેવાનોની બેઠકમાં, જયાં ભાજપના નેતા સી કે પટેલ પણ હાજર હતા ત્યાં કેટલાંક પાટીદાર યુવાનો પહોંચી ગયા હતા જયાં તેમણે લેખિત આવેદન આપી રજુઆત કરી હતી કે પાટીદાર આંદોલન વખતે પટેલોને ઘરમાંથી બહાર ફટકારનાર અમીત શાહને કઈ રીતે પાટીદારો આમંત્રણ આપી શકે.
14 પાટીદાર યુવાનો શહિદ થયા તેમના પરિવરાને કોઈ મદદ મળી નથી જયારે ગોધરાકાંડના કેસમાં પાટીદાર યુવાનો હજી જેલમાં સબડી રહ્યા છે. આ તમામ માટે અમીત શાહ જવાબદાર હોવા છતાં શા માટે તેમને આમંત્રણ આપવામાં આવે છે. જો આયોજકો અમીત શાહને આપવામાં આવેલુ આમંત્રણ રદ કરશે નહીં તો પાટીદાર યુવાનો ઉપવાસ ઉપર બેસશે અને જરૂર પડે આત્મવિલોપન પણ કરશે. બેઠકોનો વિડીયો જોતા પાટીદાર આયોજકો નારાજ યુવાનોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ યુવાનો આક્રમક બની રજુઆત કરે છે જો કે આખા મામલામાં સી કે પટેલ શાંત બેઠેલા જોવા મળે છે.
આક્રોશ સાથે કહી રહયા છે કે પાટીદાર સમાજના યુવાનોને ગોળીએ વીંધી નાખનાર ભાજપ સરકારના નેતાઓને તમે શા માટે આમંત્રિત કર્યા છે. યુવાનો હાલ સોશિયલ મીડિયા પર લખી રહયા છે કે, “માં અમે તૈયાર છીએ, 14 પાટીદારના હત્યારાનું સ્વાગત કરવા”. સોશીયલ મીડિયા ઉપરાંત જાહેર સ્થળો પર પણ અમિત શાહ તેમજ ભાજપના નેતાઓ વિરુદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.