વૈશાખ સુદ એકાદશી એટલે કે મોહિની એકાદશી પર ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી એક બાજુ જ્યાં સુખ સમૃદ્ધિ વધે છે તેમ જ શાશ્વત શાંતિ પણ મળે છે.આ વર્ષે મોહિની એકાદશી વૈશાખ સુદ એકાદશી એટલે કે 3 મે 2019 ના રોજ ઉજવવામાં આવી રહી છે. એટલા માટે આ દિવસે ઉપવાસ રાખી મોહ માયાના બંધનથી મુક્ત થવા માટે આ એકાદશી ખૂબ લાભદાયી છે.
સંસારમાં આવીને મનુષ્ય કેવળ પ્રારબ્ધનો ભોગ નથી ભોગવતો પરંતુ વર્તમાનની ભક્તિ અને આરાધના સાથે જોડાઈને સુખદ ભવિષ્યનું નિર્માણ પણ કરે છે. એકાદશીનું વ્રત નું મહાત્મ્ય પણ આપણને આ વિશે સંકેત કરાવે છે.
જાણો ખાસ 11 વાતો
સ્કંદ પુરાણ અનુસાર મોહિની એકાદશીના દિવસે સમુદ્ર મંથનમાં નિકળેલા અમૃત ની વહેંચણી થઇ હતી. સ્કંદપુરાણના અવંતિકા ખંડમાં ષીપરા ને અમૃત દાયિની પુણ્યદાયિની કહેવામાં આવ્યું છે. એટલા માટે મોહિની એકાદશી ના દિવસે શિપ્રા માં અમૃત મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે.
અવંતિકા ખંડ અનુસાર મોહિનીરૂપ ધારી ભગવાન વિષ્ણુએ અવંતિકા નગરીમાં અમૃતનું વિતરણ કર્યું હતું. દેવાસુર સંગ્રામ દરમ્યાન મોહિનીરૂપ ધારી રાક્ષશોનો નાશ કર્યો અને દેવતાઓને અમૃત નું પાન કરાવ્યું. આ દિવસે દેવાસુર સંગ્રામ નું સમાપન દિવસ પણ મનાવવામાં આવે છે.
મોહિની એકાદશીના અવસરે શ્રદ્ધાળુઓ સવારથી જ પૂજા બાદ આરતી, સત્સંગ, એકાદશી મહાત્મ્યની કથા પ્રવચન સાંભળવા જોઈએ.
સાથે જ ભગવાન વિષ્ણુને ચંદન અને જવ ચઢાવવા જોઈએ કારણ કે આ વ્રત પરમ સાત્વિકતા અને આચરણની શુદ્ધિનું પ્રતીક હોય છે.એટલા માટે આપણે જીવનકાળમાં ઘરમાં અનુકૂળ આચરણ કરતા મોક્ષની પ્રાપ્તિ નો માર્ગ શોધવો જોઈએ.
એકાદશી વ્રત ખૂબ સાવધાની નું વ્રત છે.
એકાદશીના દિવસે ચોખા ખાવા વર્જિત છે.
આ એકાદશી વ્રત સમસ્ત પાપોનો નાશ કરે છે તથા વ્યક્તિના આકર્ષણ પ્રભાવમાં વૃદ્ધિ કરે છે.
આ વ્રતને કરવાથી મનુષ્યને સમાજ તથા પરિવારમાં પ્રતિષ્ઠા મળે છે અને તેમની ખ્યાતિ ચારો દિશામાં ફેલાય છે.
એકાદશી વ્રતના પ્રભાવથી મનુષ્યને મૃત્યુ બાદ મળનારી નરકની યાતનામાંથી મુક્તિ મળે છે.
વિષ્ણુપુરાણ અનુસાર મોહિની એકાદશીનું વ્રત કરવાથી મનુષ્ય મોહ માયાના બંધનમાંથી મુક્ત થાય છે. સાથે જ વ્રત કરનારના તમામ પાપનો નાશ થાય છે..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news