ચોરી થયેલો મોબાઇલ શોધવો હવે બનશે સરળ, સરકારે લોન્ચ કરી આ નવી સેવા

કેન્દ્રીય સંચાર તેમજ સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી રવિશંકર પ્રસાદે સોમવારે એક ખાસ વેબ પોર્ટલ લોન્ચ કર્યું.આ વેબપોર્ટલ ની મદદથી ચોરી થયેલા મોબાઇલ ફોનને લોક અને ટ્રેક કરવામાં આવશે જેથી તેનો કોઇ ખોટો ઉપયોગ ન કરી શકે. હાલમાં આ વેબપોર્ટલ ફક્ત દિલ્હી માટે હશે.આના પહેલા પાઇલટ પ્રોજેક્ટ તરીકે મુંબઈમાં સપ્ટેમ્બર 2019 માં લોન્ચ કરવામાં આવ્યું હતું.હવે દિલ્હીમાં આ ખાસ પોર્ટલના લોન્ચ થયા બાદ સામાન્ય નાગરિકોના ફોન ચોરી થવા પર બ્લોક કરાવી શકાશે. સાથે જ ડેટા ચોરી નો ભય પણ ઓછો થઈ જશે. સાથે જ પોલીસ આ પોર્ટલની મદદથી ચોરી થયેલ આ ફોનને ટ્રેક પણ કરી શકશે.

દેશના બધા મોબાઇલ ફોનનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે

દૂરસંચાર વિભાગે આ વેબપોર્ટલ માટે દેશના બધા મોબાઇલ ફોનનો ડેટાબેઝ તૈયાર કર્યો છે, જેને સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજીસ્ટર (CEIR) નામ આપવામાં આવ્યું છે. તેમાં દેશના બધા મોબાઇલ ફોનના આઇએમઇઆઇ નંબર રજીસ્ટર કરવામાં આવ્યા છે.જો તમારો ફોન ચોરી થઇ જાય છે તો પોલીસ માં ફરિયાદ કર્યા બાદ ત્યાંથી તમારો ફોન બ્લોક કરી દેવામાં આવશે. પછી તે કોઈ પણ ઓપરેટર નેટવર્ક સાથે કામ નહીં કરે. આ ડેટાબેઝ ના કારણે પોલીસને પણ આ ફોન શોધવામાં સરળતા થશે. દેશમાં ગમે ત્યાં તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોય તો પોલીસ તેને સહેલાઈથી શોધી શકશે.

આવી રીતે બ્લોક કરાવી શકો છો ચોરી થયેલો ફોન

જો તમારો ફોન ચોરી થઇ ગયો છે તો સૌથી પહેલાં તમારે પોલીસમાં એક ફરિયાદ કરવાની રહેશે. આ ફરિયાદની એક કોપી તમારી પાસે જરૂર રાખો.

ત્યારબાદ ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર ની મદદથી નવા સિમ કાર્ડ માટે ફોર્મ ભરો. નવું સિમકાર્ડ જૂના નંબર માટે લો.

હવે પોર્ટલ ઉપર આવેદન કરતા પહેલા તમારે પોતાના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા પડશે. તેમાં પોલીસના રિપોર્ટની એક કોપી, ઓળખપત્ર હોવું જરૂરી છે. જો તમારી પાસે મોબાઈલનું બિલ છે તો તે પણ સાથે રાખો.

ત્યારબાદ આ સાઈટ ઉપર જઈ તમારે એક રજીસ્ટ્રેશન નંબર ભરવો પડશે જેનાથી આઇએમઇઆઇ નંબર બ્લોક કરી શકાય. સાથે જ નવા ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવા પડશે.

તમે જ્યારે આ ફોર્મ અને સબમિટ કરો છો તો તમને એક રીક્વેસ્ટ આઇડી મળશે. હા રિક્વેસ્ટ આઈડી થી તમે તમારા ફોનના સ્ટેટસ વિશે જાણી શકશો. આની મદદથી ભવિષ્યમાં તમે આઇએમઇઆઇ નંબરને અનબ્લોક કરાવવા માટે ઉપયોગ કરી શકશો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *