રાજ્યમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે અવાર-નવાર આગની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના અમદાવાદના કૃષ્ણનગરમાંથી સામે આવી છે. કૃષ્ણનગરમાં આવેલી એક સ્કૂલમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. અમદાવાદના કૃષ્ણનગરમાં આવેલી અંકુર સ્કૂલમાં ભીષણ આગ લાગતા હડકંપ મચી જવા પામ્યો છે. સ્કૂલમાં લાગેલી આ ભીષણ આગમાં 3 બાળકો ફસાયા હોવાની માહિતી પણ મળી રહી છે.
સ્કુલમાં આગ અલગતાની સાથે જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણકારી મળતા ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયરની ગાડીઓ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. સમગ્ર ઘટના અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના કૃષ્ણનગરમાં અંકુલ સ્કૂલ આવેલી છે. જ્યાં આજે બપોરના સમયે અચાનક આગ ફાટી નીકળી હતી.
गुजरात: अहमदाबाद के एक स्कूल में लगी भीषण आग…5 बच्चे स्कूल में फंसे…दमकल की 10 गाड़ियां मौके पर मौजूद.. #fire #Ankur #school #Krishnanagar #Ahmedabad pic.twitter.com/36kypLYSj5
— Bhoopendra Singh (@bhoopendrasing5) April 9, 2021
અત્રે ઉલેખનીય છે કે, સુરતમાં પણ તક્ષશિલા અગ્નિકાંડ સમયે આવા જ દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે આજે ફરી એક વખત અમદાવાદમાં કૃષ્ણનગરમાં આવેલી અંકુર સ્કૂલમાં ભીષણ આગ ફાટી નીકળતા આવા દ્રશ્યો સર્જાયા છે. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં આગના કાળા ડિબાંગ ધુમાડા જોવા મળ્યા છે. આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરતા ફાયરની 10 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. સ્કૂલમાં લાગેલી ભીષણ આગમાં 3 બાળકો ફસાયા હોવાની માહિતી પણ મળી રહી છે.
મળતી માહિતી અનુસાર, અંકુલ સ્કૂલમાં લાગેલી આગમાં 3 બાળકો સહિત 6થી 7 લોકો સ્કૂલની આગમાં ફસાયા હોવાની જાણકારી સામે આવી રહી છે. આગને પગલે પાંચ માળની સ્કૂલના તમામ માળ પરથી ધૂમાડાના ગોટે ગોટા બહાર નીકળતા દેખાઈ રહ્યા છે. હજુ સુધી આગ લાગવા પાછળનું સ્પષ્ટ કારણ સામે આવ્યું નથી. આ ત્રણેય બાળકો પોતાનો જીવ બચાવવા માટે સ્કૂલની છત પર જઈને જીવ બચાવવા માટે બૂમો પાડી રહ્યા હતા. તેઓ તંત્ર અને ફોનથી મદદ માંગી રહ્યા છે. ફાયર બ્રિગેડ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.