વડોદરામાં ગેસ લીકેજ થતા ફાટી નીકળી ભયંકર આગ- પરિવારે ગુમાવ્યો વહાલસોયો દીકરો, માતાની થઇ એવી ભૂંડી હાલત કે…

Vadodra, Gujarat: વડોદરાના ગોત્રી જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં ગેસ લીકેજને  કારણે આગ લાગતા માતા અને પુત્ર ગંભીર રીતે દાઝ્યાં હતાં. જેમાંથી…

Vadodra, Gujarat: વડોદરાના ગોત્રી જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના એક મકાનમાં ગેસ લીકેજને  કારણે આગ લાગતા માતા અને પુત્ર ગંભીર રીતે દાઝ્યાં હતાં. જેમાંથી પુત્રનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યું છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જલારામ મંદિર પાસે આવેલી ચંદ્રમૌલેશ્વર સોસાયટીના મકાન નંબર બી-18 માં રહેતા પરિવારના સભ્યો ઘર બંધ કરી ને બહાર ગયા હતા. અને તે જ દિવસે સાંજે નયનાબેન બારોટ તેમના ત્રણ વર્ષના પુત્ર દેવાંગને લઇને ઘરે પરત થયા, અને ઘરનો દરવાજો ખોલી લાઇટની સ્વિચ ચાલુ કરતાં જ પ્રચંડ ધડાકો થયો અને આખા ઘરમાં આગ લાગી.

એકાએક આગ લગતા 22 વર્ષીય નયનાબેન બારોટ અને તેમનો ત્રણ વર્ષનો પુત્ર દેવાંગ ગંભીર રીતે દાઝી ગયાં હતાં. બ્લાસ્ટ થવાથી અવાજ સંભાળતા સોસાયટીના લોકો ઘરની બહાર દોડી આવ્યા. આ બનાવને લીધે ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

સોસાયટીના લોકોએ ઈજાગર્સ્ત માતા અને પુત્રને 108 એમ્બ્યુલન્સ બોલાવીને નજીકની સયાજી હોસ્પિટલમાં લઇ ગયા હતા. બીજી બાજુ વડોદરા ફાયર બ્રિગેડને બનાવની જાણ કરવામાં આવી હતી અને ફાયર વિભાગના જવાનોએ પાણીનો મારો ચલાવી આગ પર જલ્દીથી કાબૂ મેળવ્યો હતો.

ગેસ લિકેજને કારણે સ્વિચ ચાલુ કરતા આગ લાગી
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ પરિવાર થોડા દિવસ પહેલાં જ આ ઘરમાં ભાડે રહેવા આવ્યો હતો. જેથી પરિવારે  તાની જાતે જ ગેસ કનેક્શન ફિટ કર્યું હતું. જેથી ગેસની પાઇપમાં લીકેજ થયું અને આ દરમિયાન ઘર બંધ હતું. તેથી ઘરમાં ગેસ પ્રસરી ગયો હતો બ્લાસ્ટ થયો.

જેમાં નયનાબેન પુત્ર સાથે બહારથી ઘરે પરત આવ્યાં અને લાઇટની સ્વિચ ચાલુ કરી. તેવો જ સ્પાર્ક થતાં ગેસમાં બ્લાસ્ટ થયો. જેમાં માતા-પુત્ર ગંભીર રીતે ઘાયલ થયા અને પુત્રનું ટૂંકી સારવારમાં જ મોત નીપજ્યું છે. જ્યારે માતાની સારવાર ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *