મધરાત્રે ભયંકર આગ ફાટી નીકળતા મચ્યો હાહાકાર, એકસાથે 41 લોકો જીવતા બળીને ભડથું થયા

હાલમાં સમાચાર સામે આવ્યા છે. ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવાની જેલમાં ભીષણ આગ લાગી છે. જેના કારણે 41 કેદીઓના મોત તેમજ કુલ 39 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ મધ્યરાત્રિએ 1-2 વાગ્યાની આસપાસ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.

મમતા બેનર્જી આજથી પ્રચારનો પ્રારંભ કરશે:
પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી આજથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. બંગાળમાં 30 સપ્ટેમ્બરે 3 બેઠકો માટે પેટા ચૂંટણી યોજાવાની છે. મમતા ભબનીપુરથી મેદાનમાં છે. ચૂંટણી પંચે ભબનીપુર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી માટે લીલી ઝંડી આપી દીધી છે.

અહીં 30 સપ્ટેમ્બરે મતદાન થશે અને 3 ઓક્ટોબરે મત ગણતરી થશે. આ સિવાય બંગાળના સમસેરગંજ, જંગીપુર અને ઓડિશાની પીપલી બેઠકો પર પણ મતદાન થશે. એપ્રિલ-મેમાં યોજાયેલ ચૂંટણીમાં મમતાને ભાજપના શુભેન્દુ અધિકારીએ હરાવ્યા હતા. શુભેન્દુ નંદીગ્રામ બેઠક પરથી જીત્યા હતા.

મેક્સિકોમાં 6.8 ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો:
બુધવારે સવારે મેક્સિકોના ગુએરેરોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.8 હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સવારે 07:17 વાગ્યે ધરતીકંપને કારણે ધરતી ધ્રુજી ઉઠી હતી. રિપોર્ટ અનુસાર, ભૂકંપ એટલો જોરદાર હતો કે તેણે મેક્સિકો સિટીમાં ઇમારતોને હચમચાવી દીધી હતી.

કાનપુરમાં બળાત્કારના આરોપીની થઈ ધરપકડ:
ઇન્સ્પેક્ટરે પાડોશી ભાડૂતી મહિલાને તેની માંદગી દરમિયાન નશાની ગોળીઓ ખવડાવીને બળાત્કાર કર્યો હતો. મહિલાએ કાનપુર નગર જિલ્લાના ચકેરી પોલીસ સ્ટેશનમાં આરોપી નિરીક્ષક વિરુદ્ધ બળાત્કાર અને ધમકી સહિતની કલમો હેઠળ FIR નોંધાવી હતી. ચકેરી પોલીસ મથકે તેની હરજેન્દર નગર ચોકથી ધરપકડ કરી હતી. તે રોડવેઝ બસ દ્વારા શહેરમાંથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *