એક પક્ષીએ 340 યાત્રીના જીવ અધ્ધર કરી દીધા- હજારો ફૂટ ઉંચે આકાશમાં ઉડતા પ્લેન સાથે પક્ષી અથડાતા ભભૂકી આગ અને…

American Airlines plane Bird hit: અમેરિકન એરલાઈન્સનું એક વિમાન મોટી દુર્ઘટનામાંથી બચી ગયું. આગને કારણે American Airlines ના એક વિમાનનું રવિવારે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું…

American Airlines plane Bird hit: અમેરિકન એરલાઈન્સનું એક વિમાન મોટી દુર્ઘટનામાંથી બચી ગયું. આગને કારણે American Airlines ના એક વિમાનનું રવિવારે ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. વાસ્તવમાં આ ઘટના ત્યારે બની જ્યારે એક પક્ષી પ્લેન સાથે અથડાયું (Bird Hit) અને એન્જિનમાં આગ લાગી. જોકે, કોઈ જાનહાનિના સમાચાર નથી.

ટેકઓફ કરતાની સાથે Plane સાથે અથડાયું પક્ષી

જણાવવામાં આવી રહ્યું છે કે, અમેરિકન એરલાઈન્સના (American Airlines) બોઈંગ-737 એરક્રાફ્ટે ટેકઓફ કરતાની સાથે જ એક પક્ષી તેની સાથે અથડાયું, ત્યારબાદ તેમાં આગ લાગી ગઈ. આગની ઘટના કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. તે જ સમયે, વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ અમેરિકાના ઓહાયો એરપોર્ટ (ohio airport) પર કરવામાં આવ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પ્લેનના જમણા એન્જિનમાંથી જ્વાળાઓ અને ધુમાડો નીકળતો જોઈ શકાય છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વાયરલ થયો ઘટનાનો ધ્રુજાવી દેતો વિડીયો

વીડિયોમાં Plane માં આગના તણખા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે અમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ 1958 કોલંબસના જ્હોન ગ્લેન કોલંબસ ઇન્ટરનેશનલ એરપોર્ટથી સાંજે 7:45 કલાકે નીકળી હતી અને ફોનિક્સ તરફ જતી હતી. ટેક-ઓફના થોડા સમય બાદ આગ લાગી હતી, ત્યારબાદ વિમાનને એરપોર્ટ પર પાછું લાવવું પડ્યું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) એ કહ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. હાલ ઘટનાની તપાસ ચાલી રહી છે.

આ ઘટના વિશે વાત કરતા Plane માં સવાર એક મુસાફરે કહ્યું કે તેણે અને બોર્ડ પરના અન્ય લોકોએ અચાનક જોરથી ધડાકાનો અવાજ સાંભળ્યો. પાછળથી એક પાયલટે તેમને કહ્યું કે વિમાન ટેકઓફના થોડા સમય બાદ પક્ષી સાથે અથડાયું હતું. બાદમાં વિમાનને સુરક્ષિત રીતે લેન્ડ કરવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *