દિલ્હી(Delhi)ના ગોકુલપુરી(Gokulpuri) વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં શુક્રવાર(Friday)ની મોડી રાત્રે આગ લાગી હતી. કહેવાય રહ્યું છે કે આ આગમાં કુલ 7 લોકોના મોત નીપજ્યા છે. જયારે 60 થી વધુ ઝૂંપડપટ્ટીઓ બળીને રાખ થઈ ગઈ છે. તેમજ કહેવામાં આવી રહ્યું છે કે, દિલ્હીના મુખ્યમંત્રી(Chief Minister of Delhi) અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) પોતે આજે ગોકુલપુરીની મુલાકાત લેશે અને પીડિતોને મળશે.
વાંચો અન્ય સમાચાર: CBSE બોર્ડ 10માં વર્ગ ટર્મ-1નું પરિણામ જાહેર:
CBSE બોર્ડે ધોરણ 10મા ટર્મ-1નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. શાળાઓને ટર્મ 1 ની માર્કશીટ પહેલેથી જ મળી ગઈ છે. જ્યારે ઓનલાઈન પરિણામ ટૂંક સમયમાં CBSEની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. બોર્ડે આ માહિતી તમામ શાળાના આચાર્યોને ઈમેલ દ્વારા મોકલી હતી. જેમાં લખ્યું છે કે -“તમામ આચાર્યો, કૃપા કરીને જોડાણમાં 10મા ધોરણ 2021-22ના સત્ર માટે ટર્મ-1 પરીક્ષાનું પરિણામ જુઓ.
” માર્કશીટ ડાઉનલોડ કરવા માટે, વિદ્યાર્થીઓએ તેમના રોલ નંબર અને શાળા નંબર સાથે લોગ ઇન કરવાની જરૂર છે. નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાયેલી ટર્મ-1ની પરીક્ષામાં 36 લાખથી વધુ વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. જો કે ટર્મ-1 પરીક્ષામાં કોઈ નાપાસ થશે કે પાસ થશે નહીં, આ માત્ર સામાન્ય પરિણામ છે. ટર્મ 2 ની પરીક્ષા 26 એપ્રિલથી લેવાશે. ટર્મ-2 પરીક્ષામાં વિદ્યાર્થીઓ ઉદ્દેશ્ય અને વર્ણનાત્મક બંને પ્રકારના પ્રશ્નોના જવાબ આપશે.
ચીનમાં ફરી આવ્યો કોરોના, 90 લાખની વસ્તીવાળા શહેરમાં લોકડાઉન:
ચીનના ઉત્તરપૂર્વીય શહેર ચાંગચુનમાં કોવિડ-19ના નવા કેસ આવવાના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ શહેરમાં લગભગ 90 લાખ લોકો રહે છે. ચાંગચુન શહેરના લોકોને તેમના ઘરોમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ લોકોનું ત્રણ સ્તર પર પરીક્ષણ કરવામાં આવશે. આ દરમિયાન બિન-આવશ્યક સેવાઓ અને પરિવહન સંપૂર્ણપણે બંધ રહેશે. 11 માર્ચે ચીનમાં કોરોના વાયરસના 397 નવા કેસ નોંધાયા છે. જેમાંથી 97 કેસ જિલિન પ્રાંતમાં નોંધાયા છે. ચાંગચુન શહેર આ પ્રાંતની રાજધાની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.