મોડાસામાં બિસ્કિટની ફેક્ટરીમાં ભીષણ આગ, કરોડોના નુકસાનની આશંકા..

અરવલ્લીના મોડાસામાં બિસ્કિટની ફેક્ટરીમાં રાત્રે 10 વાગે લાગેલી આગ પર 7 ફાયર ફાઇટરની 8 કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે આગ શોટ…

અરવલ્લીના મોડાસામાં બિસ્કિટની ફેક્ટરીમાં રાત્રે 10 વાગે લાગેલી આગ પર 7 ફાયર ફાઇટરની 8 કલાકની જહેમત બાદ કાબૂ મેળવાયો છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે આગ શોટ સર્કિટથી લાગી હોવાનું માનવામાં આવે છે. તો આગમાં 50 કરોડથી પણ વધું નુકશાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

મોડાસાની GIDCમાં આવેલ બેકવેલ બિસ્કિટમાં આજે રાત્રીના સુમારે એકાએક ભયાનક આગ લાગી હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ બેકવેલ બિસ્કિટની આખી ફેક્ટરી આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ હતી. આ બેકવેલ બિસ્કિટ એ અરવલ્લી જિલ્લામાં આવેલી મોટામાં મોટી ફેકટરી છે. આ ફેકટરીમાંથી બિસ્કિટ બનાવીને વિદેશમાં એક્સપર્ટ કરવામાં આવતા હતા.

આગનો કોલ મળતા જ મોડાસા ફાયર ફાઈટરના 3 ફાઈટરો ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ લેવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જ્યારે આગની તીવ્રતા જોઈને ઝોન મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં હિંમતનગર, ઇડર, બાયડના ફાયર ફાઈટરોની પણ મદદ લેવામાં આવી હતી. બીજી બાજુ આગમાં આ ફેકટરીમાં એક અંદાજ પ્રમાણે 50 કરોડથી વધુના નુકશાનનો અંદાજો લગાવાઇ રહ્યો છે.

મોડાસા નગર પાલિકા પાસેના ફાયર ફાઈટરો વર્ષો જુના હોવાને કારણે એક ફાયર ફાઈટર ખરા સમયે જ ખોટકાયું હતું. ત્યારે આટલા મોટા જીલ્લામાં માત્ર મોડાસા નગર પાલિકા પાસે ગણતરીના વર્ષો જુના બે ફાયર ફાઈટરો છે. ત્યારે સમયની સાથે આ ફાયર ફાઈટર અપડેટ કરવાની જરૂર હોય તેવું લાગી રહ્યું હતું.

ત્રણ કલાકની જહેમત બાદ પણ મોડી રાત સુધી આગ ઉપર કાબુ મેળવી શકાયો ન હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાની થઇ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *