રાહુલ ગાંધી અનિલ અંબાણી પર નિશાનો સાધે છે પરંતુ મુકેશ અંબાણીએ કોંગ્રેસ ઉમેદવારને સમર્થન આપે છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ બુધવારે કોંગ્રેસી નેતા અને દક્ષિણ મુંબઈ થી લોકસભાના ઉમેદવાર મિલિન્દ દેવડા દ્વારા જાહેર કરેલા વીડિયોમાં એનું સમર્થન કર્યું છે. વીડિયોમાં…

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ બુધવારે કોંગ્રેસી નેતા અને દક્ષિણ મુંબઈ થી લોકસભાના ઉમેદવાર મિલિન્દ દેવડા દ્વારા જાહેર કરેલા વીડિયોમાં એનું સમર્થન કર્યું છે. વીડિયોમાં અંબાણીએ પોતાના ક્ષેત્રમાં સારા કામ કરવાને કારણે મિલિન્દના વખાણ કર્યા છે. વીડિયોની શરૂઆતમાં જ મુકેશ અંબાણી કહે છે કે ,”દક્ષિણ મુંબઈ માટે મિલિન્દ જ સૌથી ઉપયુક્ત વ્યક્તિ છે.”

અંબાણી કહે છે કે ,”૧૦ વર્ષ સુધી દક્ષિણ મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યા બાદ, મારું માનવું છે કે મિલિન્દ ને સામાજિક,આર્થિક અને સાંસ્કૃતિક માહોલનું સારું એવું જ્ઞાન છે. મુંબઈમાં સૂક્ષ્મ અને મોટાપાયાના ઉદ્યોગો સારી રીતે વિકસી શકે છે જેને કારણે મહિલાઓ અને યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થઇ શકે છે.”

મિલિન્દ ના સમર્થનમાં જાહેર થયેલ 2 મિનિટ 17 સેકન્ડના વીડિયોમાં મુકેશ અંબાણી ઉપરાંત કોટક ગૃપના ચેરમેન ઉદય કોટક અને toggle હેડ પ્રાઇવેટ લિમિટેડના કૃશ રામનાની પણ આ વીડિયોમાં જોવા મળે છે.

કોંગ્રેસ ઉમેદવાર મિલન દેવડા એક ટ્વીટમાં કહ્યું કે ,”નાના દુકાનદાર છે માંડીને મોટા વેપારીઓ સુધી દરેક માટે મુંબઈ નો અર્થ વેપાર છે. અમારે મુંબઈમાં બંધાવું પાછા લાવવા અને યુવાનોને રોજગાર આપવો તે મુદ્દાને પ્રાથમિકતા આપવાની છે.”

રસપ્રદ વાત તો એ છે કે હાલના સમયમાં જ્યારે રાહુલ ગાંધી રાફેલ મુદ્દે અનિલ અંબાણી પર સીધો આરોપ લગાવી રહ્યા છે ત્યારે મુકેશ અંબાણી દક્ષિણ મુંબઈના કોંગ્રેસ ઉમેદવાર ને સપોર્ટ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *