ભડકે બળી આખેઆખી મસ્જિદ… પાંચ સેકેંડમાં ધરાસાયી થયું વિશાળ ગુંબજ- જુઓ વિડીયો

ઈન્ડોનેશિયાના જકાર્તા ઈસ્લામિક સેન્ટર ગ્રાન્ડ મસ્જિદમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ભીષણ આગ બાદ મસ્જિદનો ઉપરનો આખેઆખો ભાગ ધરાશાયી થયો હતો. અહેવાલ મુજબ આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, મસ્જિદમાંથી ધુમાડો નીકળી રહ્યો છે અને જોતા જ ગુંબજ તૂટી ધડામ દઈને ધરાસાયી થઇ ગયું. જોકે, અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી. કહેવામાં આવી રહ્યું છે કે મસ્જિદના રિસ્ટોરેશનનું કામ ચાલી રહ્યું હતું. ત્યારે અચાનક આગ ફાટી નીકળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ઈન્ડોનેશિયાના મીડિયા અનુસાર સ્થાનિક સમય અનુસાર બપોરે 3 વાગ્યે આગની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. આગને કાબુમાં લેવા માટે ઓછામાં ઓછી 10 ફાયર બ્રિગેડની ગાડીઓ મોકલવામાં આવી હતી. વીડિયો ફૂટેજમાં, મસ્જિદ તૂટી પડતા પહેલા, જોઈ શકાય છે કે ગુંબજ જ્વાળાઓમાં લપેટાયેલો છે અને તેમાંથી ધુમાડો નીકળી રહ્યો છે.

20 વર્ષ પહેલા પણ આગ લાગી હતી
આગને કારણે અથવા મસ્જિદના પતન દરમિયાન કોઈને ઈજા થઈ નથી. પોલીસે કહ્યું છે કે તેઓ આગના કારણની તપાસ કરી રહ્યા છે અને બિલ્ડિંગમાં કામ કરતા કોન્ટ્રાક્ટરોની પૂછપરછ કરી રહ્યા છે. મસ્જિદ ઉપરાંત, ઇસ્લામિક સેન્ટર સંકુલમાં શૈક્ષણિક, વ્યાપારી અને સંશોધન સુવિધાઓ છે. અહેવાલો અનુસાર, 20 વર્ષ પહેલા પણ છેલ્લી વખત આગ લાગી હતી. ઓક્ટોબર 2002માં લાગેલી આગને ઓલવવામાં પાંચ કલાક લાગ્યા હતા.

અહીં એક સમયે રેડ લાઇટ એરિયા હતો
આ મસ્જિદ વિશે વાત કરીએ તો, અહીં ઇસ્લામિક અભ્યાસ શીખવવામાં આવે છે. આ સ્થળ 1970ના દાયકામાં રેડ લાઈટ ડિસ્ટ્રિક્ટ હતું. ઘણા સમયથી તે રેડ લાઇટ એરિયા હતો. તે ડિસેમ્બર 1999 માં બંધ કરવામાં આવ્યું હતું. અહીંના સ્થાનિક લોકોની માંગ હતી કે તેને બંધ કરવામાં આવે. બાદમાં આ વિસ્તારને ઇસ્લામિક સંશોધન સાથે જોડીને વિકસાવવામાં આવ્યો હતો. તેની બનાવટ ખૂબ જ સુંદર હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *