સુરતના ગોપીપુરા વિસ્તારમાં આવેલી વર્ષો જૂની રાયચંદ દીપચંદ સ્કૂલમાં સત્રના પ્રથમ દિવસે જ અચાનક મીટર પેટીમાં શોર્ટ સર્કિટ બાદ તણખલા ઉડતા ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ બાદ ફાયરનો કાફલો પણ તાત્કાલિક દોડી ગયો હતો. જોકે, મીટર પેટીમાં શોર્ટ સર્કિટ બાદ લાગેલી સામાન્ય આગને શાળાના સિક્યોરિટી ગાર્ડે જ ફાયર સેફટી બોટલથી કાબુમાં લઈ લીધી હતી.
૪૦ વરસથી કામ કરતા ગાર્ડ સ્કૂલના બાળકો માટે ઈશ્વર સમાન સાબિત થયા
સિક્યોરિટી ગાર્ડ શ્રવણ ઈશ્વર ભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગોપીપુરામાં આવેલી રાયચંદ દીપચંદ સ્કૂલમાં 40 વર્ષથી પટ્ટાવાળા અને વોચમેનનું કામ કરું છું. આજે સવારે 8 વાગ્યે મીટર પેટીમાં સ્પાર્ક થયો હતો. તણખલા ઉડતા સ્કૂલમાં હાજર તમામ લોકોમાં નાસભાગ મચી ગયો હતો. સ્કૂલમાં જ રહેતા ફાયર ઈન્સ્ટીગ્યુશર દ્વારા આગ પર કાબુ મેળવી આગને પ્રસરતા અટકાવી હતી. સિક્યોરિટી ગાર્ડના કારણે તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના બનતા અટકાવી સ્કૂલના બાળકો માટે ઈશ્વર સમાન સાબિત થયા હતા.
પ્રિન્સીપાલએ શાળાની બદનામી થતી હોવાની વાત કરી
ઘટનાની જાણ બાદ શાળાના આચાર્યએ ઘટના પર પડદો પાડવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે કોઈ આગ જેવું હતું નહિ અને આ ઘટનાને તક્ષશિલા ઘટના સાથે જોડો નહી. શાળાની બદનામી થતી હોવાની વાત કરતા શાળાના મહિલા આચાર્ય એ તક્ષશિલા અગ્નિકાંડ જેવી ઘટના નથી એમ કહી વાતને બીજી બાજુ દોરવાનો પ્રયાસ કર્યો હતો. શાળાના પ્રથમ દિવસે અનેક વિદ્યાર્થીઓની હાજરીમાં બનેલી આ સામાન્ય ઘટનાને પણ ફાયરના જવાનોએ ગંભીરતાથી લઈ દોડી ગયા હતા.
જ્યારે આ અંગે જાણ થતાં જ ટોરેન્ટ પાવર કંપનીના કર્મચારીઓ અને અધિકારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ઘટનાની પ્રાથમિક તપાસ કરી હતી. ફાયરના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘટના નોર્મલ હતી અને તેમના પહોંચ્યા પહેલા સ્ટાફ દ્વારા કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.