16 માં માળે લાગેલી ભયંકર આગમાં ફસાઈ હતી યુવતી, સ્પાઇડરમેન બની આ ફાયરફાઈટરે બચાવ્યો જીવ -જુઓ વિડીયો

ન્યુ યોર્કના ફાયરમેને (Firefighter) વિસ્મયભર્યું પરાક્રમ કરી બતાવ્યું છે. જેના કારણે લોકો તેની પ્રશંસા કરતા થાકતા નથી. તાજેતરમાં, ન્યૂ યોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટે બહુમાળી બિલ્ડિંગમાં…

ન્યુ યોર્કના ફાયરમેને (Firefighter) વિસ્મયભર્યું પરાક્રમ કરી બતાવ્યું છે. જેના કારણે લોકો તેની પ્રશંસા કરતા થાકતા નથી. તાજેતરમાં, ન્યૂ યોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટે બહુમાળી બિલ્ડિંગમાં આગને ખૂબ જ અનોખી રીતે નિયંત્રિત કરી હતી. ત્યારબાદથી ન્યૂયોર્કનો ફાયર વિભાગ (New York City Fire Department) ચર્ચામાં રહ્યો છે. આ સમયગાળા દરમિયાન એક ચોંકાવનારો વીડિયો ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ફાયરમેને ખૂબ જ અનોખી રીતે આગને કાબૂમાં રાખતા બતાવ્યું હતું.

મળતી માહિતી પ્રમાણે, ન્યુ યોર્કના ફાયર ડિપાર્ટમેન્ટને મેનહટનમાં એક એપાર્ટમેન્ટમાં આગ લાગવાની બાતમી મળી હતી. જ્યારે અગ્નિશામકો પહોંચ્યા, ત્યારે તેઓએ જોયું કે, એક મહિલા એપાર્ટમેન્ટના 16 મા માળની બારીમાંથી પોતાને બચાવવા માટે બૂમ પાડી રહી છે.

આ મહિલાને બચાવવા માટે, તેણે ક્યારેય ન વપરાયેલી બચાવ કામગીરી હાથ ધરવાનું નક્કી કર્યું અને પોતાને દોરડાથી બાંધીને બિલ્ડિંગની છત પર પહોંચ્યો. આ વિડિઓમાં, તમે જોઈ શકો છો કે, આ ફાયરમેન કેવી રીતે દોરીની મદદથી બિલ્ડિંગમાં ગયો અને તેનો જીવ બચાવ્યો. આ ખરેખર આઘાતજનક વિડિઓ છે.

આ ઘટના જોયા પછી, તે જ બિલ્ડિંગમાં રહેતી એક મહિલાએ ફાયરમેનની પ્રશંસા કરતાં કહ્યું કે, તે સ્પાઇડર મેન, સુપરમેનની જેમ આવ્યો છે અને તેણે બિલ્ડિંગમાં ફસાયેલી મહિલાને બચાવી હતી. આ વીડિયોને ન્યૂયોર્ક ફાયર ડિપાર્ટમેન્ટે તેના ઓફિશિયલ પેજ પર શેર કર્યો છે. જે શેર થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *