અમદાવાદમાં ભેખડ ધસી પડતા ત્રણ લોકો દટાયા- બેના કરુણ મોત, એક હોસ્પિટલમાં સારવાર હેઠળ

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના નારણપુરા(Naranpura) વિસ્તારમાં ભેખડ ઘસી પડવાને કારણે બે મજૂરોના મોત થયા છે. ભેખડ ધસીની જાણ થતાં જ ફાયર વિભાગ(Fire Department)ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફસાયેલા મજૂરોને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી હતી. આ ઘટનામાં ત્રણ મજૂરો ભેખડની નીચે દટાયા હતા, જેમાંથી બેના મોત થયા હતા અને એકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

ફાયર ઓફિસર ઇનાયત શેખે જણાવ્યું હતું કે, જેસીબી દ્વારા ખોદકામ દરમિયાન કામદારો કામ કરી રહ્યા હતા ત્યારે અચાનક રસ્તાની પાછળની બાજુએ એક ભેખડ ઘસી પડ્યો હતો અને કામદારો અંદર દટાઈ ગયા હતા. ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતાં જ નવરંગપુરા, ચાંદખેડા અને સાબરમતીના કર્મચારીઓ તાત્કાલિક ત્યાં હાજર થઈ ગયા હતા. તેણે એક કલાકમાં બંને મજૂરોને બહાર કાઢ્યા અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા.

પ્રાપ્ત વિગતો મુજબ નારણપુરા અમીકુંજ ચાર રસ્તા પાસે જુના જનક એપાર્ટમેન્ટના રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી હતી. રિડેવલપમેન્ટની કામગીરી ધર્મ ડેવલપર્સ નામના બિલ્ડર દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ સમય દરમિયાન આજે બપોરે અચાનક ભેખડ ઘસી પડતા ત્રણ મજૂરો દટાય ગયા હતા જેમાંથી દાહોદના ડામોર જયસિંગભાઈ અને કરમી પટુભાઈ બંને મજૂરોને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઘટનામાં ત્રણ કામદારોમાંથી બેના મોત થયા છે અને એકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ફાયર બ્રિગેડને સવારે 10 વાગ્યે ભેખડ પડવાની માહિતી મળી હતી. માહિતી મળતાની સાથે જ 4 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કામદારોને બહાર કાઢવા માટે ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી. ફાયર વિભાગના જણાવ્યા મુજબ દાહોદનો શ્રમિક પરિવાર અહીં કામ કરતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *