ભરૂચમાં ભરબજારે દુકાનદાર પર ફાયરીંગ- જુઓ લાઈવ દ્રશ્યો

ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં અંબિકા જ્વેલર્સ નામની દુકાનમાં લૂંટના ઇરાદે 2 લૂંટારા ઘુસી આવ્યા હતા. જો કે અંબિકા જ્વેલર્સના માલિકે લૂંટારૂની પિસ્તોલથી જ સામનો કરતા લૂંટારૂઓને ભાગવું ભારે પડ્યું હતું. અંબિકા જ્વેલર્સના માલિકની સાથે સાથે બાજુમાં આવેલી કલ્યાણ જ્વેલર્સના માલિકે મળીને પ્રતિકાર કરતા બહાર ઉભેલા બે લૂંટારૂ સહિત ચારેય લૂંટારૂ ભાગી ગયા હતા. જેમાં કલ્યાણ જ્વેલર્સના માલિક અને અંબિકા જ્વેલર્સના માલિક ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં અંબિકા જ્વેલર્સના માલિક નિખિલ મનહરભાઇ સોનીને પેટમાં ગોળી વાગી હતી. બંનેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં સારવાર દરમિયાન બંને ના મોત નીપજ્ય હતા. ઘટનાની જાણ થતાં જ એસઓજી, એલસીબીની ટીમો અને DYSP સહિતની પોલીસ ટીમ ઘટના સ્થળે પહોચી છે અને ભરૂચ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વિરોધ કરતા લૂંટારૂએ ફાયરિંગ કરતા માલિકના પેટમાં ગોળી વાગી હતી
ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં અંબિકા જ્વેલર્સ દુકાનની બહાર આજે બપોરે સુમારે 2 બાઇકમાં 4 લૂંટારૂઓ આવી ચડ્યા હતા. જેમાંથી 2 લૂંટારા દુકાનની અંદર ગયા હતા અને ગ્રાહક તરીકે સોનાની ચેઇન જોવા માટે માંગી હતી. આ સમયે બંને લૂંટારૂએ લૂંટ ચલાવવાનો પ્રયાસ કરતા દુકાનના બેઠેલા માલિક નિખિલ મનહરભાઇ સોનીએ વિરોધ કર્યો હતો. જેથી લૂંટારૂએ તેમના પર ફાયરિંગ કર્યું હતું. ગોળી વાગતા જેથી તેઓ ઢળી પડ્યા હતા. આ ઉપરાંત બાજુની દુકાનમાંથી દોડી આવેલા કલ્યાણ જ્વેલર્સના માલિક મહેશભાઇ ભગવાનદાસ સોનીએ પણ વિરોધ કરતા લૂંટારૂઓએ ફાયરિંગ કરી દીધુ હતું. જેમાં બંને ઇજાગ્રસ્ત થયા હતા. મહેશભાઇને હાથના ભાગે અને અન્ય નિખિલભાઇને પેટના ભાગે ગોળી વાગી હતી. જેથી બંનેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.બાદ માં તેમના મૃત્યુ થયા હતા.

લૂંટારૂની ગન જ્વેલર્સ માલિકના હાથમાં આવી ગઇ
લૂંટ ચલાવીને ભાગી રહેલા એક લૂંટારૂની પિસ્તોલ જ્વેલર્સ માલિકના હાથમાં આવી જતા લૂંટારૂએ ભાગવુ પડ્યું હતું. આ સમયે જ્વેલર્સ માલિક અને અન્ય લોકો લૂંટારૂની પાછળ દોડ્યા હતા. જોકે લૂંટારૂ એક વખત નીચે પડ્યા પછી ભાગી છૂટવામાં સફળ થયો હતો.

કેટલી લૂંટ થઇ તેની માહિતી મળી નથી
લૂંટારૂઓ થેલામાં જ્વેલરી લૂંટીને ભાગ્યા હતા. જોકે કેટલી જ્વેલરી કે રકમની લૂંટ થઇ તે હજી સુધી જાણી શકાયુ નથી. ભરૂચ પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં FSL અને ડોગ સ્ક્વોડની ટીમોને બોલાવવામાં આવી હતી. પોલીસ હાલ તપાસ કરી રહી છે.

2 દિવસ પહેલા રેકી કરીને લૂંટારૂઓએ પ્લાન બનવ્યો
4 લૂંટારૂઓએ 2 દિવસ પહેલા અંબિકા જ્વેલર્સની દુકાન બહાર રેકી કરી હોવાનું જાણવા મળ્યું છે અને લૂંટનો પ્લાન ઘડ્યો હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *