સુરતના વરાછા વિસ્તારમાં ફાયરીંગની એક ઘટના સામે આવી છે. આ ફાયરીંગ બીજા કોઈ નહી પરંતુ નગરસેવક ભરત મોના વઘાસીયા પર કરવામાં આવ્યું છે. ભરત મોના વઘાસીયા એક દબંગ કોર્પોરેટરની છાપ ધરાવે છે. તેઓ સુરતના કરંજના બીજેપી ના કોર્પોરેટર છે.
મળતી વિગતો અનુસાર રાતે જયારે ભારત મોના વઘાસીયા પોતાની ડાહ્યા પાર્ક ની ઓફિસે થી ઘરે જઈ રહ્યા હતા તે દરમ્યાન બાઇક પર આવેલ ૨ અજાણ્યા ઈસમો ફાયરીંગ કરી ફરાર થઈ ગયા હતા. આ ફાયરીંગમાં એક રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી હતી. આ ગોળી ભરત મોના ના પીઠ માં લાગી હતી. જેથી ઘાયલ અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલ જઈને આ બુલેટ રાત્રે ઓપરેશન કરી બહાર કઢાઈ હોવાની વિગતો સામે આવી છે.
ભાજપના કોર્પોરેટર ભરત મૌના પર એક રાઉન્ડ ફાયરિંગ થતા ઘટના સ્થળે પહોચ પોલીસે ફાયર થયેલી કારતુસ કબ્જે કરી કાર્યવાહી આરંભી છે. વહેલી સવારે કારતુસ મળી આવતા ફાયરિંગ નો ગૂનો દાખલ કરી વરાછા પોલીસે ફાયરીંગ કરનાર અજાણ્યા ની શોધખોળ આરંભી છે.
લંબે હનુમાન રોડ પર કોર્પોરેટર ભરત મોના પર જીવલેણ હુમલો એરગનથી હુમલો થયો હોવાની પ્રાથમિક માહિતી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news