રાજસ્થાન(Rajasthan)ના ભરતપુર(Bharatpur)માં 5 રૂપિયાના લીંબુ ખરીદવાને લઈને દુકાનદાર અને ગ્રાહક વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો કે દુકાનદારે તેના સહયોગીઓ સાથે મળીને ગ્રાહકને ગોળી મારી દીધી. તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની ગંભીર હાલતને જોતા ડોક્ટરોએ તેને આરબીએમ હોસ્પિટલમાં રીફર કર્યો હતો. ત્યારે આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે અને પોલીસ મામલાની તપાસમાં લાગી ગઈ છે.
આ મામલો ભરતપુરના ડીગ પોલીસ સ્ટેશન વિસ્તારના બહજ ગામનો છે. પોલીસે જણાવ્યું કે દિનેશ જાટવ (30) પુત્ર રામજીત સાંજે મહેન્દ્ર બચ્ચુની દુકાને લીંબુ લેવા ગયો હતો. જ્યાંથી તેણે 100 રૂપિયા આપીને 5 રૂપિયાની કિંમતના લીંબુ ખરીદ્યા હતા. ખુલ્લા પૈસાના મુદ્દે દિનેશ અને મહેન્દ્ર વચ્ચે બોલાચાલી અને મારપીટ થઈ હતી. આરોપ છે કે આ પછી દુકાનદારના સહયોગીઓ રાત્રે 8.30 વાગે દિનેશના ઘરે પહોંચ્યા અને ગોળીબાર કર્યો. ગોળી દિનેશના કાનને અડીને નીકળી હતી.
પીડિત પરિવારનું કહેવું છે કે દુકાનદાર મહેન્દ્રનો નાનો પુત્ર ભોલુ લાકડીઓ અને સળિયા લઈને ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ પણ તેણે તેની ગાળા ગાળી કરી હતી. ત્યારબાદ ધર્મ ઉર્ફે ધર્મેન્દ્ર જાટ પુત્ર જયવીર નામના બદમાશોએ ઘરમાં ચાર ગોળી ચલાવી હતી. તક જોઈને ધર્મે દિનેશને ગોળી મારી દીધી.
ડીઆઈજી સીઓ આશિષ કુમારે જણાવ્યું કે ગુરુવારે મોડી સાંજે દુકાનદાર અને ગ્રાહક વચ્ચે ઝઘડો થયો હતો. એક દુકાનદારે તેના કેટલાક સહયોગીઓ સાથે મળીને ગ્રાહક પર ગોળીબાર કર્યો હતો. ઘાયલ વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પીડિતાના પરિવારની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો હતો અને પોલીસ આરોપીને શોધી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.