કાશ્મીરના સોપોરમાં 3 વર્ષનો નાનો અને માસૂમ બાળક આતંકવાદી હુમલામાંથી બચી ગયો છે.હવે તે સુરક્ષિત છે. અને માતાપિતાના ખોળામાં રમતો જોવા મળ્યો છે. જો કે,આ હુમલામાં આ 3 વર્ષના બાળકનાં દાદાનું મોત થયું હતું.
ગોળીબાર દરમિયાન બાળક તેનાં દાદાના મૃતદેહ પાસે બેસીને રડી રહ્યો હતો.તેનો બચાવ કર્યા બાદ સુરક્ષા દળોએ તેમને બહાર લાવ્યા હતાં.તે હજુ નિર્દોષ ઉંમરનો જ છે,તેથી,મૃત્યુ અને પીડા જેવી લાગણીને હજુ તેને એટલો અનુભવ નહોતો.તે તેની દુનિયામાં પહોંચતાંની સાથે જ હસી રહ્યો છે.પણ જ્યારે બધે ફાયરિંગ થઈ રહ્યું હતું,ત્યારે આ બાળકને બચાવવો ખુબ જ પડકારજનક હતો. આવો જાણીએ આખી કહાની તેને બચાવનારા જ લોકો પાસેથી.
The first hand account by a local cop in Sopore about the terror crime. He was first to respond the situation after the incident. pic.twitter.com/nIVxrIJmlF
— Imtiyaz Hussain (@hussain_imtiyaz) July 1, 2020
સુરક્ષા દળના જવાન ઇમ્તિયાઝ હુસેને જણાવતાં કહ્યું કે,અમારા 3 સુરક્ષાકર્મીઓ ઘાયલ થયાં હતા.અમારે તેમને ઉપાડવાના હતા.ત્યારે જ અમારે એક સિવિલિયનને પણ પકડવાનો હતો.અમારા માટે સૌથી વિચિત્ર નજારો એ હતો, કે જ્યારે અમે જોયું કે અઢી થી ત્રણ વર્ષનું બાળક ત્યાં આગળ જ રડતાં-રડતાં ફરી રહ્યું હતું.
એ સમયે સામસામે ફાયરિંગ થઈ રહ્યું હતું.આતંકવાદીઓ મસ્જિદના ઉપરના માળેથી જ ફાયરિંગ કરી રહ્યા હતા. અમારી સામે જ પહેલો પડકાર આતંકવાદીઓનો વ્યૂ બ્લોક કરવાનો હતો.જેથી બાળકને ત્યાંથી અમે ઉપાડી શકીએ. ત્યારપછી,અમે ત્યાં બધી મોટરકાર રાખી દીધી હતી.તે અમારા માટે ભયાનક હતું.તે બાળક તેના દાદાની સાથે કારમાં જઇ રહ્યો હતો.
ત્યારે સામેથી ફાયરિંગ કરવામાં આવ્યું,ત્યારે અમારા 3 સૈનિકો પણ ઘાયલ થયા હતા,અને કારમાં જઈ રહેલા બાળકના દાદાને ગોળી વાગી ગઈ હતી.એ સમયે ઘણાખરાં લોકોને તેમની ગાડીઓ છોડીને સલામત જગ્યાએ લઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news