કોરોના વચ્ચે પતિએ એવું કામ કર્યું કે, સગર્ભાએ બાળકી સાથે તળાવમાં કુદી કરી આત્મહત્યા

મોરાઇ ગામમાં રહેતી મહિલાના પતિએ તેની બચતપેટી તોડીને હોસ્પિટલમાં સારવાર કરાવી હોવાની બાબતની જાણ થતાં જ 3 વર્ષની પુત્રી સાથે તળાવમાં કુદીને આપઘાત કરી લીધો…

મોરાઇ ગામમાં રહેતી મહિલાના પતિએ તેની બચતપેટી તોડીને હોસ્પિટલમાં સારવાર કરાવી હોવાની બાબતની જાણ થતાં જ 3 વર્ષની પુત્રી સાથે તળાવમાં કુદીને આપઘાત કરી લીધો હતો.પોલીસે માતા-પુત્રીની શબને લઇ આગળની તપાસ હાથ ધરી છે.

મોરાઇ પરિશ્રમ નગરની ચાલમાં રહેતાં પ્રવીણભાઈ માહ્યાવંશીની અને બલબીર નામની કંપનીમાં નોકરી કરતા રવિકુમાર શાહ પત્ની જ્યોતિ અને 3 વર્ષની પુત્રી સાનવી સાથે રહેતો હતા.પત્ની પ્રેગ્નેટ હોય અને ઘરમાં પૈસા ન હોવાથી પત્નીએ ભેગા કરેલા રૂપિયાની બચતપેટી તોડીને સોમવારે ઈલાજ માટે પત્નીને હોસ્પિટલમાં લઈ ગયો હતો.

મંગળવારે બચતપેટી તોડી હોવાની જાણ થતાં જ પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી.તેથી સાંજે જ્યોતિ તેની બાળકી સાથે ગાર્ડન ચાલવા જાઉં છું,એમ કહીને ઘરેથી નીકળી ગઈ હતી.પતિને કામે જવું હોય અને પત્ની મોડી રાત સુધી પાછી ન આવતા પાડોશીને ઘરની ચાવી આપી તે નીકળી ગયો હતો.સવારે નોકરીથી પાછાં આવતા,બંને ઘરે ન આવ્યા હોવાની જાણ થતાં જ તેણે તપાસ શરૂ કરી હતી.

ગામના માજી સરપંચ રમેશભાઈ પટેલ મારફતે તેને જાણવા મળ્યું હતું કે,રાત્રે જ જ્યોતિ પુત્રીને લઈ ગામના જ તળાવમાં કૂદકો મારી લેતા બંનેએ પોતાનો  જીવ ગુમાવ્યો છે,અને તેમની લાશ ચલાની સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવી છે.પોલીસનાં નિવેદનમાં પતિ રવિએ આ બધી હકીકત જણાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *