અમેરિકામાં 10 વર્ષ બાદ ફરી આ વાયરસનો કેસ સામે આવતા મચ્યો ફફડાટ- નાના બાળકો માટે છે ઘાતક

લગભગ દસ વર્ષ બાદ ગુરુવારે અમેરિકા(America)માં પોલીયો વાયરસ(Polio virus)નો પ્રથમ કેસ નોંધાયો હતો. ન્યુ યોર્ક સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થે જણાવ્યું હતું કે, મેનહટનથી 30 માઇલ…

લગભગ દસ વર્ષ બાદ ગુરુવારે અમેરિકા(America)માં પોલીયો વાયરસ(Polio virus)નો પ્રથમ કેસ નોંધાયો હતો. ન્યુ યોર્ક સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ હેલ્થે જણાવ્યું હતું કે, મેનહટનથી 30 માઇલ (48 કિલોમીટર) ઉત્તરે રોકલેન્ડ કાઉન્ટીમાં રહેતા એક વ્યક્તિનો પોલિયો ટેસ્ટ કરવામાં આવ્યો તો પોઝીટીવ મળી આવ્યો હતો. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર, યુ.એસ.માં છેલ્લે 2013માં પોલિયોનો કેસ નોંધાયો હતો. અધિકારીઓએ કહ્યું કે, નવો કેસ અન્ય વ્યક્તિ દ્વારા ચેપ લાગ્યો છે જેણે ઓરલ પોલિયો રસી લીધી હશે. વર્ષ 2000 માં યુનાઇટેડ સ્ટેટ્સમાં OPV વેક્સીન બંધ કરવામાં આવી હતી.

ન્યૂયોર્ક રાજ્યના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ પ્રકારનું સંક્રમણ સૂચવે છે કે વાયરસ યુએસની બહાર ક્યાંક ઉદ્ભવ્યો છે, જ્યાં ઓરલ પોલિયો રસી આપવામાં આવી રહી છે. નોંધનીય છે કે, વાયરસના નવા પ્રકારને OPV વડે નિયંત્રિત કરી શકાતા નથી. આવી સ્થિતિમાં, અધિકારીઓએ આરોગ્ય કર્મચારીઓને અન્ય કેસોની ઓળખ કરવા માટે કાર્ય કરવાનું કહેવામાં આવ્યું છે. તેમજ જે લોકોએ હજુ સુધી રસી લીધી નથી તેવા વિસ્તારના લોકોને પોલિયોની રસી પીવડાવવા અપીલ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, તાજેતરના દાયકાઓમાં પોલિયો વાયરસથી છુટકારો મેળવવા માટે વૈશ્વિક સ્તરે વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યા છે. પોલિયો એક અપંગ અને સંભવિત ઘાતક વાયરલ રોગ છે, જે મુખ્યત્વે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને અસર કરે છે. 1988 થી પોલિયોના કેસોમાં લગભગ 99 ટકાનો ઘટાડો થયો છે.

નોંધપાત્ર રીતે, પોલિયો 25 દેશોમાં સ્થાનિક હતો અને વિશ્વભરમાં 350,000 કેસ નોંધાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સમાં, 1950 ના દાયકાના અંતમાં અને 1960 ના દાયકાની શરૂઆતમાં રસી વિકસાવવામાં આવ્યા પછી કેસોમાં તીવ્ર ઘટાડો થયો હતો. યુ.એસ.માં પોલિયોના છેલ્લા કેસ 1979 માં નોંધાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *