નશામાં ધુત પતિએ પત્ની-પુત્રને કારથી કચડ્યા, માતાને બચાવવા ગયેલા દીકરાને મળ્યું દર્દનાક મોત

ગોરખપુર: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ગોરખપુર(Gorakhpur) જિલ્લામાં નશામાં ધૂત એક પિતાની કરતુત હાથ આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે નશામાં ધૂત પિતાએ પત્ની અને પુત્રને…

ગોરખપુર: ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)ના ગોરખપુર(Gorakhpur) જિલ્લામાં નશામાં ધૂત એક પિતાની કરતુત હાથ આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે નશામાં ધૂત પિતાએ પત્ની અને પુત્રને કારથી કચડી નાખ્યા છે. આ દરમિયાન ઈજાગ્રસ્ત પુત્રનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ઘાયલ પત્ની મેડિકલ કોલેજમાં દાખલ છે. પોલીસના જણાવ્યા અનુસાર ચૌથી ગુપ્તા તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો અને રોજ ઘરમાં ઝઘડા કરતો હતો. ઘણી વખત મોટી દીકરી અને દીકરાએ પણ તેને સમજાવવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ તે તેમની સાથે ઝઘડો પણ કરતો હતો. આ કેસમાં પોલીસે આરોપીની પુત્રીની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. આ સાથે જ પોલીસ ફરાર આરોપીઓની ધરપકડ માટે દરોડા પાડી રહી છે.

મળતી માહિતી અનુસાર, મામલો પિપરાઈચ પોલીસ સ્ટેશન વિસ્તારના બેલવાર વિસ્તારનો છે. જ્યાં બુધવારે મોડી રાત્રે પત્ની સાથેના વિવાદને કારણે પ્રોપર્ટી બિઝનેસમેન ચૌથી ગુપ્તાએ પત્ની અને પુત્રને કાર વડે કચડી નાખ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે પ્રોપર્ટી બિઝનેસમેન ચૌથી ગુપ્તા તેની પત્નીને મારવાના ઈરાદે તેના પર કાર ચલાવી હતી. આ દરમિયાન બચાવવા ગયેલા પુત્રને પણ એક ઝડપથી આવતી કારે ટક્કર મારી હતી. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે તેની પત્ની ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જેમને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઘટના બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે જ્યારે આરોપીની પુત્રીએ તેના જ પિતા વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ મામલામાં એસપી નોર્થ મનોજ અવસ્થીએ જણાવ્યું છે કે આ ઘટના મોડી રાત્રે બની હતી. જ્યારે પ્રોપર્ટીના બિઝનેસમેનએ દારૂના નશામાં પોતાની પત્ની અને પુત્ર પર કાર ચલાવી હતી. આ ઘટનામાં ઘાયલ પુત્રનું મોત થયું છે જ્યારે પત્ની ઘાયલ છે. જેના કારણે તેને મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. હાલ આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીઓને પકડવાના પ્રયાસો ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *