હાલ ના યુગમાં જ્યાં ખાણી-પીણીની આટલી બધી સવલતો ઉપલબ્ધ થઇ ચુકી છે, કે જે અવનવી વાનગીઓ નો સ્વાદ માણીને લોકો દિનભર નો થાક હળવો કર્યાનો અનુભવ કરતા હોય છે, જીવનમાં કઈક સ્વાદિષ્ટ રસનો અનુભવ કરીને સારું ફિલ કરતા હોય છે, એવામાં જો કઈક એવું થાય તો! કે આ સ્વાદિષ્ટ ભોજન જ તમારી પીડા અથવા મૃત્યુનું કારણ બને? જી હા, આવી જ એક ઘટના હાલમાં દક્ષિણ દિલ્હીના એક રેસ્ટોરન્ટમાં નોંધવામાં આવી છે જે હાલ ખુબ જ ચર્ચા નો વિષય બની ચુકી છે.
નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS/ઐઇમ્સ)ના ફોરેન્સિક નિષ્ણાતોએ પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ દેશમાં આ પ્રકારના પ્રથમ કેસ નો ખુલાસો કર્યો છે. ફોરેન્સિક વિભાગના વડા ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે, આ કેસ ખૂબ જ દુર્લભ છે, તેમાંથી બોધપાઠ લેવો જોઈએ.
લોકોએ મોમોઝ ખાતા સમયે સાવધાન રહેવું જોઈએ. આમ કરવામાં થોડી પણ ભૂલ મૃત્યુમાં પરિણમી શકે છે. નવી દિલ્હીમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (ઐઇમ્સ)ના ફોરેન્સિક નિષ્ણાતોએ પોસ્ટમોર્ટમ રીપોર્ટ બાદ દેશમાં આ પ્રકારના પ્રથમ કેસ નો ખુલાસો કર્યો છે.
ડોકટરોના જણાવ્યા અનુસાર, દક્ષિણ દિલ્હીમાં ઐઇમ્સ પાસે સ્થિત એક રેસ્ટોરન્ટમાં 50 વર્ષનો એક વ્યક્તિ મોમોઝ ખાતો હતો. અચાનક તે જમીન પર પડી ગયો અને મૃત્યુ પામ્યો. ઐઇમ્સ ખાતે પોસ્ટમોર્ટમ કમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં તેના ગળામાં મોમોઝ ફસાયેલા જોવા મળ્યા હતા. પેટમાં દારૂ પણ હતો. મોમોસ ખાતી વખતે તે નશામાં હોય તેવી શક્યતા છે. ફોરેન્સિક વિભાગના વડા ડૉ. સુધીર ગુપ્તાએ કહ્યું કે, આ કેસ ખૂબ જ દુર્લભ છે, તેમાંથી બોધપાઠ લેવો જોઈએ.
મોમોઝ વિન્ડપાઈપમાં ફસાઈ ગયા હતા –
ડો.અભિષેક યાદવે જણાવ્યું હતું કે, ઐઇમ્સ પાસે અત્યાધુનિક શબઘર છે. પોસ્ટમોર્ટમમાં, મૃતકની વિન્ડપાઈપની શરૂઆતમાં એક ડમ્પલિંગ જેવો પદાર્થ મળી આવ્યો હતો, તે મોમોસ હતો.
12 લાખમાંથી એકનું મૃત્યુ થયું –
જમતી વખતે વાયુમાર્ગના અવરોધને કારણે અણધાર્યા મૃત્યુનો આ પહેલો કિસ્સો નથી. વિશ્વમાં 1.2 મિલિયનમાંથી એક મૃત્યુ ભોજન દરમિયાન શ્વસન અવરોધને કારણે થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.