સુરત (Surat) ના સવજીભાઇ ધોળકિયા (Savji Dholakia) હંમેશા પોતાના દાન ધર્મ અને દાતારી માટે ચર્ચામાં આવે છે. તમને જણાવી દઈએ કે સુરતની અંદર આવેલી હરિ કૃષ્ણ એક્સપોર્ટ કંપની ના માલિક એવા સવજીભાઈ ધોળકિયા ને થોડા સમય પહેલા જ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ના હસ્તે તેમને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. તેમણે કર્મચારી અને તેના પરિવાર ના હિતને સામે રાખી એક નવી કલ્યાણ યોજના શરૂ કરી છે.
હરેકૃષ્ણ કંપનીએ કર્મચારીઓના કલ્યાણ માટે એ ખૂબ જ સુંદર અનોખી પહેલ કરી છે. આ પહેલ અંતર્ગત, કર્મચારી અને તેના પરિવારને હિતને ધ્યાનમાં રાખીને, હરેકૃષ્ણ એક્સપોર્ટ કંપની તરફથી નવી કલ્યાણ યોજના શરૂ કરી દેવામાં આવી છે. તમને જણાવીએ કે, હરેકૃષ્ણ ડાયમંડ કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ, હરિકૃષ્ણ કંપની નોકરી કરતા કર્મચારી નું જો મૃત્યુ થાય તો તેના મૃત્યુ પછી કર્મચારીની ૫૮ વર્ષની નિવૃત્તિ વય મર્યાદાને ધ્યાનમાં લઈને, ત્યાં સુધી તેનો પગાર પરિવારને દર મહિને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ખરેખર વર્ષ 2022 ની અંદર શરૂ કરવામાં આવેલી આ સુંદર યોજના હેઠળ અત્યાર સુધીમાં બે કર્મચારીઓના પરિવારને, આ યોજનાનો લાભ આપવાનો કંપનીએ શરૂ કરી દીધું છે. કંપની દ્વારા આ યોજના સિવાય પણ બાઈક ઉપર જતા કર્મચારીઓ માટે હેલ્મેટ પહેરવું ખૂબ જ ફરજિયાત છે. તે ઉપરાંત હેલ્મેટ વગર કર્મચારીઓની કંપનીના કમ્પાઉન્ડમાં એન્ટ્રી પણ થતી નથી.
તેમજ હરિકૃષ્ણ ડાયમંડ કંપની ની અંદર જો કોઈ કર્મચારી ને કોઈ પણ જાતનો વ્યસન હોય તો તેમને એન્ટ્રી મળતી નથી, આ કંપનીની અંદર કાર્ય કરવા માટે તમારે ચોક્કસપણે કોઈપણ જાતના વ્યસનથી મુક્ત હોવું જોઈશે. કર્મચારીઓને વ્યસનમુક્તિ માટે હંમેશા પ્રેરિત કરવામાં આવે છે. વ્યસન મુક્તિ અભિયાન હેઠળ, જો કર્મચારી વ્યસન છોડી શકે નહીં તમને કંપની છોડી દેવી જશે એવું સૂત્ર આપવામાં આવ્યું છે. અને બધા લોકો એ તેનું પાલન કરવાનું છે તેવું પણ કપની માંથી કહેવામાં આવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.