Congress Taunts Modi On Namo Bharat Train Name: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશની પ્રથમ રેપિડ રેલને લીલી ઝંડી બતાવી હતી. અગાઉ એવું જાણવા મળ્યું હતું કે નવી ‘રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ (RRTS) ટ્રેનોનું નામ ‘નમો ભારત’ રાખવામાં આવશે. કોંગ્રેસે ‘નમો ભારત’ના નામ પર કટાક્ષ કર્યો છે. પીએમ પર કટાક્ષ કરતા મુખ્ય વિપક્ષી દળે કહ્યું કે, આ ‘નર્સિસિઝમ’ની ટોચ છે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ‘X’ પર પોસ્ટ કર્યું, ‘નમો સ્ટેડિયમ પછી હવે નમો ટ્રેન. આ તેના સ્વ-મગ્નની ઊંચાઈ છે.
કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ નમો નામ પર કટાક્ષ કરીને સવાલ કર્યો હતો કે, તેને ભારત કેમ કહેવામાં આવે છે? દેશનું નામ પણ નમો રાખો. કોંગ્રેસના નેતાઓના ટ્વિટને લઈને પાર્ટી સમર્થકો અને બીજેપી સમર્થકો સામસામે આવી ગયા હતા. સોશિયલ મીડિયા ‘X’ પર ચર્ચા છેડાઈ.
#WATCH | Sahibabad, Uttar Pradesh | Prime Minister Narendra Modi flags off the RapidX train connecting Sahibabad to Duhai depot, marking the launch of Regional Rapid Transit System (RRTS) in India. This is India’s first RapidX train which will be known as NaMo Bharat. pic.twitter.com/YaanYmocB8
— ANI (@ANI) October 20, 2023
કુલ 8 કોરિડોર બે તબક્કામાં બનાવવામાં આવનાર છે. આ ટ્રેન 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડશે. મોદીએ આજે આરઆરટીએસના પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કર્યું. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરનો 17 કિલોમીટર લાંબો પટ 21 ઓક્ટોબરે મુસાફરો માટે ખોલવામાં આવશે. દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરનો 17 કિમીનો અગ્રતા વિભાગ સાહિબાબાદને ગાઝિયાબાદ, ગુલધર અને દુહાઈ સ્ટેશન દ્વારા દુહાઈ ડેપોથી જોડશે.
After Namo stadium now Namo trains. There is simply no limit to his self-obsession. https://t.co/tEt6zU8h5e
— Jairam Ramesh (@Jairam_Ramesh) October 19, 2023
આજે દેશને તેની પ્રથમ RapidX ટ્રેન મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11.15 વાગ્યે દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ RRTS કોરિડોરના 17 કિલોમીટર લાંબા પ્રથમ ભાગનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તે દરમિયાન PM મોદીએ રેપિડએક્સ ટ્રેનને લીલી ઝંડી આપી છે.RapidX ને ‘નમો ભારત’ નામ આપવામાં આવી રહ્યું છે.આ ટ્રેન સામાન્ય લોકો માટે 21 ઓક્ટોબર એટલે કે શનિવારથી શરુ કરી દેવામાં આવશે.
New Rapid Rail Service for New India!
The images of Delhi-Meerut RRTS, which will be dedicated to the nation by Prime Minister Shri @NarendraModi Ji on 20th October.#RRTS#RapidX pic.twitter.com/demPJuBdH4
— Pralhad Joshi (@JoshiPralhad) October 19, 2023
શું છે RapidX ટ્રેન?
દેશમાં પ્રાદેશિક કનેક્ટિવિટી મજબૂત કરવા માટે રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ (RRTS) પ્રોજેક્ટ લાવવામાં આવ્યો છે. RRTS એ નવી રેલ-આધારિત, અર્ધ-હાઈ સ્પીડ, હાઈ ફ્રિકવન્સી કોમ્યુટર ટ્રાન્ઝિટ સિસ્ટમ પણ મુકવામાં આવી છે. આનાથી દિલ્હી NCRના લોકોને આ ક્ષેત્રમાં એકીકૃત મુસાફરી કરવાની સુવિધા મળશે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube