દેશમાં મહારાષ્ટ્ર(Maharashtra)માં ઓમિક્રોન(Omicron) વેરિઅન્ટથી સંક્રમિત વ્યક્તિનું મૃત્યુ થયું છે. મહારાષ્ટ્રના પિપરી ચિંચવાડ વિસ્તારના એક 52 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેક(Omicron first death in India)થી મોત થયું હતું. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત આ વ્યક્તિને પિંપરી ચિંચવડની યશવંતરાવ ચૌહાણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માહિતી અનુસાર, 52 વર્ષીય વ્યક્તિ તાજેતરમાં નાઇજીરીયા(Nigeria)થી પરત ફર્યો હતો અને ચેપ લાગ્યા બાદ 28 ડિસેમ્બરે પિંપરી ચિંચવડની હોસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. દેશમાં ઓમિક્રોન દર્દીના મૃત્યુનો આ પ્રથમ કેસ છે.
આ વ્યક્તિનું મૃત્યુ બિન-કોવિડ કારણોસર થયું છે. જો કે, આજે એટલે કે ગુરુવારે, મૃતકના NIV રિપોર્ટમાં જાણવા મળ્યું કે તે કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હતો. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી છે. ભારતમાં ઓમિક્રોન સંક્રમિત વ્યક્તિના મૃત્યુનો આ પ્રથમ કેસ છે.
મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના કેસોમાં મોટો ઉછાળો:
મહારાષ્ટ્ર સહિત દેશના ઘણા રાજ્યોમાં ઓમિક્રોન વાયરસે દસ્તક આપી છે અને હવે તેના કેસ ઝડપથી સામે આવી રહ્યા છે. દેશમાં ઓમિક્રોન સંક્રમણના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાઈ રહ્યા છે. ગુરુવારે, મહારાષ્ટ્રમાં ઓમિક્રોન ચેપના 198 નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં ઓમિક્રોન સંક્રમિત લોકોની સંખ્યા 450 થઈ ગઈ છે. નિષ્ણાતોનું કહેવું છે કે નવા વર્ષ નિમિત્તે રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાઈ શકે છે.
ભારતમાં ઓમિક્રોનના કુલ કેસો:
કોરોનાનો વેરિઅન્ટ ઓમિક્રોન દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. એક દિવસમાં 412 નવા કેસ સામે આવતાં સંક્રમિતોની સંખ્યા 1200ની નજીક પહોંચી ગઈ છે. ઓમિક્રોનના કારણે દેશમાં કોરોના કેસની ઝડપ ત્રીજી લહેર તરફ ઝડપથી વધી રહી છે. જો કે સરકાર તરફથી ત્રીજી લહેરની સંભાવનાને જોતા તમામ તૈયારીઓ આગોતરી કરવામાં આવી રહી છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ કેસ નોંધાયા છે. ઓમિક્રોન છેલ્લા 28 દિવસમાં 25 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચ્યું છે. ગઈ કાલે પંજાબ અને બિહારમાં ઓમિક્રોનનો પહેલો કેસ નોંધાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.