અમદાવાદ બાદ વધુ એક જગ્યાએ જેગુઆર કારે સર્જ્યો અકસ્માત: ફૂટબોલના દડાની જેમ બાઈક ચાલક અને 3 યુવતીઓને ફંગોળ્યા

Karnataka Accident Video News: ગુજરાત સહીત દેશભરમાં અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.તેમાં ભારતના કર્ણાટકના રાયચુરમાં એક ગંભીર અકસ્માતની સામે આવી છે.મળતી માહિતી અનુસાર એક બેફામ કારે ચાર લોકોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતની(Karnataka Accident Video News) ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા હતા,જેમાં ત્રણ યુવતીઓ અને એક યુવકનો સમાવેશ થાય છે.જેમાં ત્રણને ગંભીર અને એકને નાની-મોટી ઈજાઓ થઈ હતી.

હાલ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં કારે કેવી રીતે તમામ લોકોને અડફેટે લીધા તે જોઈ શકાય છે. વીડિયો ખૂબ જ ડરામણો છે. કારણ કે અથડામણ બાદ રસ્તા પર આવેલી સ્કૂલની વિદ્યાર્થિનીઓ લાંબા અંતર સુધી હવામાં કૂદતી જોવા મળી હતી.

કર્ણાટકના રાયચુરમાં આ ઘટના 18 જુલાઈની બપોરે બની હતી.તમને વીડિયોમાં જોવા મળી રહ્યું છે, કે રોડની બીજી બાજુથી બાઇક સવાર યુ ટર્ન લેવા માટે બાઇકને ફેરવે છે. સામેથી ફૂલ ઝડપે આવી રહેલી સફેદ કલરની કારે તેમના બાઇકને બાજુમાંથી જોરથી ટક્કર મારી હતી. કાર અથડાતાની સાથે જ બાઇક ફંગોળાઇ જાય છે અને ગંભીર રીતે ઘાયલ બાઇક સવાર રોડ પર જ પડી ગયો હતો.

આ પછી આ બેકાબુ બનેલી કાર રસ્તાના કિનારે ચાલી રહેલી બે વિદ્યાર્થીનીઓને ટક્કર મારી હતી. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક વિદ્યાર્થિનીને સહેજ ટક્કર લાગતા જ તે બાજુ પર પડી જાય છે. જોકે એક વિદ્યાર્થીની કારની આગળની બાજુ સાથે અથડાતાની સાથે જ તે હવામાં કેટલાય ફૂટ કૂદવાનું ચાલુ રાખે છે અને લગભગ 20 ફૂટ દૂર પડી જાય છે.

અને બીજી તરફ કાર સવાર કાર સહિત સ્થળ પરથી ભાગી જાય છે.ઘટનાસ્થળે ખળભળાટ મચી ગયો છે. રાહદારીઓ અને દુકાનદારો ઈજાગ્રસ્તોને મદદ કરવા દોડી આવ્યા હતા. તાત્કાલિક તમામ ઘાયલોને સારવાર માટે રાયચુર મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તે લોકોની સારવાર ચાલી રહી છે. પોલીસે આ ઘટનાને અંજામ આપનાર આરોપી કાર ચાલકની ધરપકડ કરી હતી અને તેની કાર કબજે કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *