એવું તો શું કારણ હશે કે, દીકરાએ તેના જ પરિવારને આપ્યું દર્દનાક મોત- માતા પિતા સહીત નાના ભાઈને…

એક જ પરિવારમાં ત્રણ લોકોની હત્યા (Three people killed) થતા ચકચાર મચી ગયો હતો. હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ તેનો જ દીકરો હતો. દીકરાએ માતા-પિતા સહિત સગાભાઇને મોતને ઘાટ ઉતારી સંબંધોની હત્યા કરી હતી. આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો હતો. તમને જણાવી દઈએ કે, આ ઘટના લખનઉ (Lucknow) ની છે.

૬ જાન્યુઆરીના રોજ આરોપી ના નાના ભાઈ ની લાશ રસ્તા ઉપરથી મળી આવી હતી, તે મામલો પૂરો થયો નહોતો ત્યાં તો 08 જાન્યુઆરી ના રોજ અજાણ્યા પુરુષ અને 13 જાન્યુઆરી ના રોજ અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે ત્રણેય ઘટનાઓનો તાળો મેળવ્યો હતો અને એક એક કડી છોડીને માલુમ પડ્યું હતું કે આ ત્રણે એક જ પરિવારના સદસ્યો છે.

જાણો શું કામ કરી પરિવાર ની હત્યા?
મળતી માહિતી અનુસાર જાણવા મળ્યું છે કે, દીકરાએ આજથી પાંચ વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા, દીકરાના પ્રેમ લગ્ન થી પરિવાર નારાજ હતો. આટલું જ નહીં પરિવારના દરેક સભ્યો પહેલા કરતા હતા. મોટોભાઈ હોવા છતાં પરિવાર નાના ભાઈ સામે પણ કંઈ ચાલવા દેતા નહોતા.

જાણવા મળ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં બહેનના લગ્ન હતા. આરોપીએ ત્યાંજ પરિવારની હત્યા કરવાની યોજના શરૂ કરી દીધી હતી. 1.80 લાખ રૂપિયાની સોપારી આપી હતી. પોતાના પરિવારથી અલગ રહેતો આરોપી, બહેનના લગ્નમાં ઘરે આવ્યો અને અહીંયા જ રોકાઇ ગયો. તકનો લાભ મળતા 5 જાન્યુઆરી ના રોજ પરિવારના સભ્યોની હત્યા કરી નાખી હતી.

કેવી રીતે આપ્યો અંજામ?
5 જાન્યુઆરીએ આરોપીએ જમવાની દાળમાં 80 જેટલી ઊંઘની ગોળીઓ નાખી દીધી હતી. દાળ ખાઈને માતા-પિતા અને નાનો ભાઈ બેભાન થઈ ગયા હતા. ત્યારે આરોપીએ પ્રાણી ના ગળા કાપી, પોલીસને ગુમરાહ કરવા ત્રણેયના મૃતદેહ અલગ અલગ જગ્યાએ છોડી દીધા હતા.

પોલીસે એક પછી એક તમામ કડીઓ જોડીને સમગ્ર ઘટનાને ઉઘાડી કરી હતી. તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી અને કડક પૂછતાછમાં આરોપી પોપટની જેમ બોલી ઊઠયો હતો. પોતાના જ પરિવારને મોતને ઘાટ ઉતારનાર દીકરાના મગજમાં ભરાયેલી વેરભાવના અને ખોટા વિચારને કારણે આવું હિચકારો કૃત્યને અંજામ આપ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *