સુરતની બસમાં આગ- જે સીટ પાસે વિસ્ફોટ થયો તેની નીચે તપાસ દરમિયાન મળી આવી આ વિસ્ફોટક સામગ્રી

સુરત(Surat): શહેરમા મંગળવારના રોજ મોડી સાંજે કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી હતી. જેમાં વરાછા હીરાબાગ(Hirabag) ખાતે એક ખાનગી બસમાં આગ લાગતા એક મહિલા જીવતી સળગી ગઈ હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા(Social media)માં પણ ખુબ જ વાયરલ થયો હતો.

વિગતવાર જોવામાં આવે તો ઘટના બની તે સમયે મળતી માહિતી અનુસાર, આ બસ સુરતથી ભાવનગર જઈ રહી હતી અને દરમિયાન બસમાં ACનું કોમ્પ્રેશર ફાટતા બ્લાસ્ટ થયો પ્રાથમિક માહિતી સામે આવી હતી, ત્યાર બાદ આ બસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી.

RTOની તપાસમાં થયા ચોંકાવનારા ખુલાસા:
ત્યારે હવે RTOની તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવતા ઘટનામાં નવો વળાંક આવ્યો છે. મળતી માહિતી અનુસાર, બસ નોન AC હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે, જો લકઝરી બસ નોન AC હતી તો આગની ઝપેટમાં આવી કઈ રીતે અને બસમાં બ્લાસ્ટ થયો તો કેવી રીતે થયો?

FSL રીપોર્ટમાં થયો ધડાકો:
મળતી માહિતી અનુસાર, FSL અને પોલીસની તપાસમાં આગ લાગેલી બસની અંદરથી કાચ અને હીરાની સફાઈમાં વપરાતું લિકવિડ મળી આવ્યું છે. સાથે જોવામાં આવે તો FSL રીપોર્ટમાં સિરમની બોટલો પણ મળી આવી છે. રીપોર્ટ અનુસાર, મૃતક તાનિયા અને પતિ વિશાલ જે સીટ ઉપર હતા બરાબર તેની નીચે જ બ્લાસ્ટ થયો હતો. આશંકા જતાવવામાં આવી રહી છે કે, લકઝરી બસમાં કાચ અને હીરા સાફ કરવાના લિકવિડના કારણે બ્લાસ્ટ થયો હોઈ શકે. હાલમાં તો પોલીસ તપાસ પર તમામ લોકોની નજર રહેલી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *